વિંછીયાના દડલી ગામનાં યુવાને દારૂમાં ઝેરી દવા ભેળવી પી લીધી
વિંછીયાના દડલી ગામનાં યુવાને દારૂમાં ઝેરી દવા ભેળવી પી લીધી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછીયાનાં દડલી ગામે યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના દડલી ગામે રહેતો લાલો ઉર્ફે સચિન રમેશભાઈ વાળા નામનો 35 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો. ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં લાલો ઉર્ફે સચિન વાળા ચાર ભાઈ એક બહેનમાં વચ્ચેટ છે અને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.