ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ગુજરાત નો સહુ થી મોટો રામાર્ચન પુજન મહાયજ્ઞ ૮ થી ૧૨ જાન્યુઆરી એ યોજાશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ગુજરાત નો સહુ થી મોટો રામાર્ચન પુજન મહાયજ્ઞ ૮ થી ૧૨ જાન્યુઆરી એ યોજાશે.
આગામી તારીખ ૮ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ગુજરાતનો સૌથી મોટો રામાર્ચન પૂજન મહાયજ્ઞ નું આયોજન શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ સદસ્ય જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા કરવામાં આવનાર છે.રામાર્ચન એ સમગ્ર સૃષ્ટિની ઉપાસના છે બ્રહ્માંડનો દરેક કણ રામ તત્વમાં મગ્ન છે શાસ્ત્રો કહે છે. રામ સર્વત્ર છે. રામ સર્વ વ્યાપી છે. તેથી શાસ્ત્રોમાં આ વિધિ ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એ આદિ યોગી ભગવાન શંકરે પોતે આપેલું જ્ઞાન છે. આ એક યજ્ઞનું પરિણામ હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન છે.જે વ્યક્તિ આ અનુષ્ઠાનમાં ભાગ લે તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. અને તેની પરેશાનીઓ દૂર થાય છે. અને તેને શાંતિ સમૃદ્ધિ બળ અને વિશેષ આશીર્વાદ મળે છે. આ એક ધાર્મિક વિધિ છે જે ઇચ્છિત પરિણામ આપે છે. પ્રાચીન સમયમાં આ કાર્યક્રમનું આયોજન મોટા પ્રમાણ માં થતું હતું. જેમાં સમાજના તમામ વર્ગના લોકોએ ભાગ લઈ એક નવી ઉર્જા પ્રાપ્ત કરી હતી. હાલની વ્યસ્ત જીવનશૈલીએ તેના પર મોટાપાયે અસર કરી છે. જેના કારણે હવે આવા યજ્ઞોની સંખ્યા મર્યાદિત થઈ રહી છે.એમાં ગુજરાત રાજ્ય માં તો નહિવત પ્રમાણ માં આવા યજ્ઞો થાય છે .ગુજરાત રાજ્યમાં આ સહુ થી મોટો રામાર્ચન મહા યજ્ઞ છે. જેમાં હજારો ભક્તો ભાગ લેશે. પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી સાક્ષાત્કારી સંત શ્રી અભી રામદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને એમના અધ્યક્ષતા માં આ યજ્ઞ નું આયોજન થનાર છે. આ યજ્ઞમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ પતિતપાવનદાસજી મહારાજ અને મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી નિર્મળદાસજી મહારાજ ગંગા મૈયા આશ્રમ કાપડીયાળી સતત હાજરી આપશે તેમજ અન્ય સંતો મહંતો પણ આ યજ્ઞમાં હાજરી આપશે આ યજ્ઞના આયોજન વિશ્વ કલ્યાણ જાહેર શાંતિ. સામાજિક સમરસતા. સૌહાર્દ સંસ્કૃતિ અને ભારતની ભવ્ય પરંપરાને આગળ વધારવાના ઉદેશ્ય સાથે આ યજ્ઞ કરવામાં આવનાર છે. આધ્યાત્મિકતા શાંતિ. કુદરતી શોધ સૌંદર્યથી તરબોળ છે. અને તેના સામુહિક કેન્દ્ર તરીકે વિશ્વમંચ ઉપર તેની સુંદર છબી ફેલાવી રહ્યું છે. આ કાર્યક્રમ ના ભવ્ય આયોજન માટે સંતો ના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે.આ યજ્ઞ માં યજ્ઞ ભૂમિ નું નામ "અવધપુરી"રાખવામાં આવેલ છે.સમગ્ર ગુજરાત માં સહુ પ્રથમ વાર આવા મહા યજ્ઞ ના સ્થાન થી 25 કિલો મીટર ની ત્રિજ્યા માં સનાતન ધર્મ ને જીવંત રાખનાર અને ભગવાંન રામ નું નામ સદૈવ લોકજીભે ગુંજતું રાખનાર રામજી મંદિર ના ૮૧ પૂજારીબાપુ શ્રી ઓ ને રામઅર્ચન મહા પૂજા યાગ માં નિમંત્રણ આપવામાં આવશે. જે એક સરાહનીય અને નોંધ લેવા જેવી બાબત છે.આ યજ્ઞમાં જેટલું દર્શન નું મહત્વ છે એટલુજ વિશેષ મહત્વ મહાપ્રસાદ નું હોઈ આયોજક સુરજીત સિંહ ની ઈચ્છા એવી છે કે ખૂબ મોટા પ્રમાણ માં ભાવિક ભક્ત જનો પ્રસાદ લઈ પાવન થાય તેવા શુંભ હેતુ સહ ૨૫ ગામ ના ગામ ધુમાડા બંધ રાખવામાં આવનાર છે.આ રામાર્ચન ની વિશેષતા એ છે કે આયોજક શ્રી સુરજીત સિંહ ની ભાવના અનુસાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસે થી કોઈ પણ સ્વરૂપે કોઈ પણ પ્રકાર નું દાન કે અનુદાન સવિનય લેવાનું નથી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.