સાબરકાંઠા તેમજ મહેસાણા,ગાંધીનગર જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ધાડ લુંટ ઘરફોડ તથા મોટર સાઇકલ ચોરી કરી તરખાટ મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય ત્રણ આરોપીઓને ઝડપી કુલ કિ.રૂ.૭,૬૫,૬૨૩/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……. - At This Time

સાબરકાંઠા તેમજ મહેસાણા,ગાંધીનગર જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ધાડ લુંટ ઘરફોડ તથા મોટર સાઇકલ ચોરી કરી તરખાટ મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય ત્રણ આરોપીઓને ઝડપી કુલ કિ.રૂ.૭,૬૫,૬૨૩/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…….


સાબરકાંઠામાં-:
બે મહિના પહેલાં વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુર ગામે બે મકાનમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી તેમજ તાજેતરમાં ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાઓ ઉપર ધાડ તેમજ લુંટના બનાવ બનેલ હોય જે ગુન્હાઓના કામે તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી.વિડીયો ફુટેઝ,ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારો મારફતે તપાસ કરતાં સદર ગુન્હાઓ બિજુડા ગેંગ ધ્વારા કરવામાં આવેલાનું જણાઈ આવેલ હોય..

જે અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ જીલ્લામાં બનેલ સદર ગુન્હાઓ આચરેલ બિજુડા ગેંગને પકડી સદર ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલિસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર પોલિસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર એલ.સી.બી.તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ.કે.રાવત નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવુસિંહ,બ્રિજેશકુમાર,હિમાંશુરાજ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ,કલ્પેશભાઈ તથા પોલિસ કોન્સ્ટેબલ હિમાંશુ,પ્રવિણસિંહ, પ્રહર્ષકુમાર,નિરીલકુમાર,દર્શન, હરસિધ્ધસિંહ તથા ડ્રાંઇવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ,ચંન્દ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ એલ.સી.બી.શાખા વિગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.તા.૨૫/૧૨/૨૦૨૩ ના રોજ ઉપરોક્ત ટીમના માણસો ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં..

તે દરમ્યાન ભિલોડા ત્રણ રસ્તા નજીક આવતાં સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમારનાઓને બાતમી મળેલ કે અગાઉ અલગ અલગ જગ્યાએ ઘરફોડ,વાહન ચોરીઓ તથા લુંટના બનાવોમાં પકડાયેલ રીઢો ચોર ભગવાન બેચર ડુહા રહે.બીજુડા તા.વીંછીવાડા રાજસ્થાન નાએ તેના ગેંગના માણસો સાથે મળી ઉપરોક્ત ચોરીઓ તથા લુંટ તથા ધાડના ગુન્હાઓને અંઝામ આપેલ છે. અને આ ભગવાન બેચર ડુહા તથા તેની ગેંગના માણસો બે અલગ અલગ ટુ વ્હીલ્વર વાહનો લઇ ભિલોડા તરફથી ઇડર તરફ કોઇ ચોરીને અંઝામ આપવા આવી રહ્યા છે.જે બાતમી આધારે મોહનપુર ગામની સીમમાં આવેલ રેલ્વે ફાટક પાસે વાહન ચેકીંગ ચાલુ કરવામાં આવેલ અને વાહન ચેકીંગ,તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની બે બાઇક આવતાં જણાતાં સદર બન્ને બાઈક ચાલકોને કોર્ડન કરી પકડી સદર ઇસમોને ચેક કરતાં તેઓ પાસેથી એક લોખંડનો નાનો સળીયો તથા બે નાના ચપ્પા તથા એક ત્રીકમ મળી આવેલ હોય..

જે સામાન રાખવા તથા વાહનોના કાગળો બાબતે પુછતા ગલ્લા-તલ્લા કરી કોઈ સંતોષ કારક હકિકત જણાવતા ન હોઈ સદર ઇસમોના નામઠામ પુછતાં પોતે પોતાના નામ ભગવાન સન ઓફ બેચર કાવા,ડુહા(મીણા),ઉ.વ.-૨૯, રહે.બીજુડા (બીજુડા ફળો), સિશોદ, તા.વીંછીવાડા,જી.ડુંગરપુર (રાજસ્થાન),વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વર લખમા મનાત ઉ.વ.૨૨ રહે.દેવલ વેડાફલા તા.દેવલ (વીંછીવાડા) જી.ડુંગરપુર (રાજસ્થાન),પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાઉઆ કાવા ડુહા (મીણા) ઉ.વ.૧૮ રહે.બીજુડા(બીજુડાફળા) સિશોદ તા.વીંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન),પ્રદિપ હરિશ કકુઆ સડાત (મીણા) ઉ.વ.૧૯ રહે.બીજુડા (બીજુડા ફળા) સિશોદ તા.વીંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) ના હોવાનું જણાવેલ સદર ચારેય ઇસમોને અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે અમો અલગ-અલગ ટુ વ્હીલર વાહનો ઉપર આવી રોડ ઉપર એકલા જતાં મોટરસાયકલ ચાલકને રોકી તેઓ પાસેની મોટરસાયકલ તથા જે કોઇ સામાન મળે તે લુંટી લેવાનો તથા કોઈ મોટરસાયકલ મળે તો તેની ચોરી કરીએ છીએ..

આજરોજ ઇડર આજુબાજુ કોઈ જગ્યાએ મોકો મળે તો ચોરી કરવા માટે જતા હતાં,જેથી સદર પકડાયેલ ચારેય ઇસમોને એલ.સી.બી.કચેરી ખાતે લાવી યોગ્ય પુછપરછ કરતાં વિગતો સર ગુન્હોઓને અંજામ આપેલાની કબુલાત કરેલ છે.અન્ય 4 આરોપીઓની તપાસ ચાલુ છે..

આ પકડાયેલ આરોપીઓએ 11 જેટલાં ગુન્હાઓની કબૂલાત કરેલ છે અને પકડાયેલ આરોપીઓએ એમના ગુન્હાનો ઇતિહાસ એલ.સી.બી.શાખાના અધિકારી અને કર્મચારીઓ એ તપાસ અર્થે ખુલ્યો તેમજ આ *બીજુડા ગેંગ* ના આરોપીઓને જેલમાં ધકેલવા સફળ બનેલ છે.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.