વડનગર નગર માં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી નગરપાલિકા દ્વારા જનહિત સૂચના જારી કરવામાં આવી - At This Time

વડનગર નગર માં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી નગરપાલિકા દ્વારા જનહિત સૂચના જારી કરવામાં આવી


વડનગર નગર માં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી નગરપાલિકા દ્વારા જનહિત સૂચના જારી કરવામાં આવી

વડનગર નગરપાલિકા દ્વારા નગરજનો સૂચના આપી છે કે ત્રણ દિવસ પાણી નહીં મળે રીપેરીંગ કરવા નું છે એટલે

વડનગર નગરપાલિકા વિસ્તારના તમામ નગરજનોને આ જાહેર સુચનાથી જણાવવાનું કે,ધરોઈ જૂથ પાણી પુરવઠો વિભાગ ધ્વારા જુના જકાત નાકા પાસેની રેલ્વે લાઈન નીચેથી આવતી પાણી પુરવઠાની લાઈનના લીકેજ રીપેરીંગની બદલવાનીકામગીરી હાથ ધરવામાં આવનાર હોઈ વડનગરને લાઈનથી મળતો પાણી પુરવઠો તા.૨૩/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી મળવાપાત્ર થતો નથી.જેથી આ દિવસો દરમ્યાન નગરજનોને પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહિ.જે રીપેરીંગ કામગીરી પૂર્ણ થયેથી પાણી પુરવઠો ચાલુ થશે ત્યાર બાદ રાબેતા(ઓતરા દિવસે)મુજબ પાણી પુરવઠાની સેવા પૂરી પાડવામાં આવશે.જેની સર્વે નગરજનોએ નોધ લેવા વિનંતી છે છાશ વારે છાશ વારે પાણી બંધ રહે છે.
આત્મનિર્ભર વડનગર છે ખરાં?? ઐતિહાસિક માં વડનગર એ પાણી ની વ્યવસ્થા ખૂબજ સીસ્ટમ સારી હતી તેના કારણે વડનગર એટલે પહેલે થી સમુદ્ધ નગર છે પરંતુ આખા ગુજરાતમાં દરરોજ પાણી મળે છે પરંતુ વડનગર માં ઓતરા દિવસે પાણી મળે છે તેનું કારણ શું????????
વડનગર નગરપાલિકા આત્મનિર્ભર આ બાબત બનશે ખરાં???? વડનગર એ પ્રવાસન ક્ષેત્રે આગળ વધે છે પરંતુ વડનગર નગરપાલિકા દરરોજ પાણી આપશે ખરાં તે પણ વિચાર કરવો જોઈએ કારણકે વડનગર ભવિષ્ય માં પ્રવાસીઓ વધવા ના છે તો શું આ નગરપાલિકા આ વિચારણા કરે તો સારું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.