જિલ્લા પ્રોગ્રામ ઓફિસર બરવાળા ઘટકની બરવાળા ૯/૧૨ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે - At This Time

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર બરવાળા ઘટકની બરવાળા ૯/૧૨ આંગણવાડી કેન્દ્રની મુલાકાતે


બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું : ટી.એચ.આરના જથ્થાનું અવલોકન કરાયું

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ બરવાળા ઘટકની બરવાળા ૯/૧૨ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જે દરમિયાન બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. તેમજ ટી.એચ.આરના જથ્થાનું અવલોકન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરશ્રીએ દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂબરૂ મુલાકાત થકી બાળકોને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને આંગણવાડી દ્વારા સર્ગભા, ધાત્રી માતા અને બાળકોને અપાતી વિવિધ સેવાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ અવસરે આંગણવાડીના બહેનો અને ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.