સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે NSS યુનિટ દ્વારા મતદાન જાગૃતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે NSS યુનિટ દ્વારા મતદાન જાગૃતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો
ભારત એક મોટો લોકશાહી દેશ છે. લોકશાહી પ્રણાલી એ જનતાની તાકાત પ્રસ્તુત કરે છે. પરંતુ આપણા દેશમાં હજુ પણ લોકોમાં પોતાના મતની તાકાત બાબતે જાગૃત નથી. માટે લોકોમાં મતદાન બાબતે ઉત્સુકતા વધે, લોકશાહી ઢબે થતી ચૂંટણીઓ માં રસ કેળવે તે હેતુથી સરકાર દર વર્ષે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરે છે. તે અંતર્ગત આજે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાના NSS યુનિટ દ્વારા મતદાન જાગૃતિ માટેના સૂત્રોચ્ચાર સાથે દાંતા ગામના પ્રમુખ માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. બાળકોને મતની તાકાત સમજાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર આર આર અપારનાથી અને જે વી ચૌધરીએ કર્યું હતું. છેલ્લે શાળાના ઈન્ચાર્જ આચાર્ય વી કે પરમારે સર્વે સ્ટાફમિત્રોને અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.