સંતરામપુર પો.સ્ટેના ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.દરમ્યાન એસ.ઓ.જી.I/C પોલીસ ઇન્સ.શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની બાતમી આધારે સંતરામપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૭૧૧/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯,૫૧૧ તથા ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતા આરોપી કમલેશભાઈ રામસિગભાઇ માલીવાડ રહે. હોળી ફળીયું ગોઠીબ તા. સંતરામપુર જી.મહીસાગરનાને ગોઠીબ ગામ સંતરામપુર ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પો.સ્ટે સોપવામાં આવેલ છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.