વિરપુરના ડેભારી ગામે સંકલ્પ યાત્રાનું અક્ષત કુમુકુમથી ઉમળકાભેર સ્વાગત કરાયું... - At This Time

વિરપુરના ડેભારી ગામે સંકલ્પ યાત્રાનું અક્ષત કુમુકુમથી ઉમળકાભેર સ્વાગત કરાયું…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામે વિરપુર તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષત કુમકુમથી વધાવ્યો હતો ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નીખીલભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં ઉપરાંત ડેભારી ગામે સંકલ્પ રથના આ કાર્યક્રમમાં નવા પીએમ જય કાર્ડ કેમ્પ તેમજ આરોગ્ય લક્ષી યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં આ પ્રસંગે જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન મંજુલાબેન એસ ખાંટ, મહિસાગર જીલ્લા ઉપ પ્રમુખ ઈલાબેન બારોટ, જીલ્લા પંચાયત સદસ્ય પ્રતીનીધી એસ બી ખાંટ ,જીલ્લા મંત્રી ગીતાબેન ખાંટ, વિરપુર તાલુકા પુર્વ પ્રમુખ દિપકભાઈ તલાર, ગ્રામ પંચાયત સરપંચ નીરૂબેન આર હરીજન સહિતના ગ્રામ પંચાયત સદસ્યો,પદાધિકારીઓ અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહિસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.