વિસાવદર કોર્ટના તત્કાલીન એ.પી.પી.એ કોર્ટના હુકમ બાદ પાંચ મહિને કોર્ટમાં રકમ જમા કરાવી - At This Time

વિસાવદર કોર્ટના તત્કાલીન એ.પી.પી.એ કોર્ટના હુકમ બાદ પાંચ મહિને કોર્ટમાં રકમ જમા કરાવી


વિસાવદર કોર્ટના તત્કાલીન એ.પી.પી.એ કોર્ટના હુકમ બાદ પાંચ મહિને કોર્ટમાં રકમ જમા કરાવીવિસાવદરતા.વિસાવદર કોર્ટમાં કાયદો દરેક વ્યક્તિને સરખો લાગુ પડતો હોય તેનું ઉત્તમ ઉદાહરણ આપતો હુકમ વિસાવદરના ન્યાયાધીશ શ્રી એસ.એસ.ત્રિવેદીએ કરેલ હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વિસાવદર કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર ૨૩૭/૨૦૨૨ના કામમાં વિસાવદર કોર્ટના એ.પી.પી.શ્રીએ આંક ૧૭ થી અરજી કરી પી.જી.વી.સી.એલ. કંપનીના આર.એફ.પટેલ નામના સાહેદને હાજર કરવા સમન્સ કરવા અરજી આપતા જે અરજી વિસાવદર કોર્ટના ન્યાયાધીશ એસ. એસ. ત્રિવેદી દ્વારા મંજુર કરવામાં આવેલી અને સાહેદને સમન્સ કરવામાં આવેલ અને સાહેદ કોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે હાજર રહેલા આ સમયે એ.પી.પી.શ્રીનો વારંવાર સાંજના ૪-૦૦ વાગ્યા સુધી પોકાર કરાવતા એ.પી.પી.શ્રી હાજર રહેલા ન હતા કે તેમની ગેરહાજરી અંગે કોઈ રિપોર્ટ રજૂ નહિ કરતા સાહેદને તથા બચાવ પક્ષના વકીલોને કોર્ટમાં રાહ જોવી પડેલ હતી. અને સાહેદને કોર્ટમાં જુબાની જાતે આપવા જણાવતા બચાવ પક્ષ તરફથી આ બાબતનો સખત વાંધો લઈ અરજી આપવામાં આવેલી અને સરકારી વકીલની હાજરીમાં જ કેસ ચલાવવા માંગણી કરી મુદત આપવા રજુઆત કરેલી.
આ કામના સાહેદ પી.જી.વી.સી.એલ કચેરીના જવાબદાર કર્મચારી હોય તેઓએ પોતાની કિંમતી સમય આપી વરસાદના સમયમાં અવારનવાર વીજ ફોલ્ટ થતા હોય તેઓ હાજર રહેલા હોય તેઓને ભાડા ભથ્થાની રકમ ચૂકવવા માંગણી કરેલી હતી.અને તેઓને ભાડા ભથ્થાની રકમ રૂ.૨૮૦/- તથા એસ.ટી. બસની મુસાફરીનો આવવા જવાનો ખર્ચ રૂ.૬૦/- મળી કુલ રૂ.૩૪૦/- ચૂકવવા માંગણી કરતા આ ખર્ચ સરકારની તિજોરી ઉપર નહિ નાખતા એ.પી.પી.શ્રી કુ.એ.જે.ઠકકરે દિન-૭માં ચૂકવી આપવા અને તે અંગેની પુરસીસ કોર્ટમાં રજૂ કરવા આદેશ કરેલો છે ઉપરાંત ગેરહાજર રહેવા બદલ રૂ.૫૦૦/- જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,જૂનાગઢમાં દિન-૭ માં જમા કરાવી કોર્ટમાં પહોંચ રજુ કરવા આદેશ કરેલો હતો ત્યારબાદ પણ કોર્ટના હુકમ મુજબ કોઈ રકમ જમા કરાવવામાં આવેલ ન હતી.જે રકમ પાંચ માસ બાદ કોર્ટમાં જમા કરાવેલ હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં જો એ.પી.પી. ઉપરોક્ત રકમ સાત દિવસમાં ન ચૂકવે તો તેમના જુલાઈ માસના પગારમાંથી કપાત કરવા જિલ્લા કલેકટર જુનાગઢને પણ આદેશ કરવામાં આવેલ છે. એમ છતાં પણ કલેકટર જુનાગઢનાએ હુકમની અમલવારી કરેલ ન હતી.તેમજ હુકમની નોંધ એ.પી.પી.શ્રીની સેવા પોથીમાં કરવા તથા હુકમની જાણ (૧) એ.પી.પી.શ્રી-વિસાવદર (૨) કલેકટર કચેરી- જુનાગઢ(૩)ડિરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી-ગાંધીનગર તથા (૪)કાયદા સચિવ શ્રીની કચેરી -ગાંધીનગર તથા (૫)જિલ્લાઅદાલત- જુનાગઢને કરવા આદેશ કરતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી એ.પી.પી.સતતગેરહાજર રહેતા વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ, હાઈકોર્ટના યુનિટ જજ તથા કલેકટર,કાયદામંત્રી સહીતનાને રજુઆત કરેલી છે એમછતા કોઈ ઉકેલ આવેલ ન હતો અને આજે પણ આ જ સ્થિતિ હોય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને પણ આ બાબતે રજુઆત કરવામાં આવેલી છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.