અયોધ્યા ખાતે યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સાળંગપુર મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે - At This Time

અયોધ્યા ખાતે યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સાળંગપુર મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે


અયોધ્યા આવેલા રામ મંદિરે 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ મહોત્સવને લઈને સમગ્ર દેશમાં લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને અન્નકૂટ માં આરતી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં વિશાળ એલઇડી સ્કિન પર અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ ભક્તોને દેખાડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવેલું છે હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે હનુમાનજી દાદા ને વારે તહેવારે તેમજ રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે હનુમાનજી મંદિરે દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં ભક્તો દાદા ના દર્શન આવતા હોય છે કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા ભક્તો માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અયોધ્યા રામ મંદિરે યોજનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સાળંગપુર ખાતે યોજાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.