સીતારામ સોસાયટીમાં જૂની અદાવતનો ખાર રાખી મુંબઈની યુવતી પર બહેનપણીનો મિત્ર સાથે હુમલો
સીતારામ સોસાયટીમાં જૂની અદાવતનો ખાર રાખી મુંબઈની યુવતી પર તેની સાથે જ રહેતી બહેનપણીએ મિત્રને બોલાવી પાઈપથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલ યુવતીને સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે મૂળ મુંબઈ અને હાલ મોટા મવામાં સીતારામ સોસાયટીમાં રહેતાં દીપીકાબેન સામલભાઇ વિશ્વાસ (ઉ.વ.23) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સરીફા ઉર્ફે ખુસી રફીકશા શાહમદાર અને કિશનનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રેખાબેન હરેશભાઇ ચાવડા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે અને ઇવેન્ટમાં રેખાબેનની નીચે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો પરિવાર મુંબઇ રહે છે.
તેઓના લગ્ન આઠેક વર્ષ પહેલા શ્રીનીવાસ સાથે થયેલ અને સંતાનમાં એક પુત્ર છે, જે તેણીના માતા-પિતા સાથે રહે છે. હાલ રાજકોટમાં તે રેખાબેનના ઘરે અંકિતા, અવની, અશ્વીની સાથે રહે છે. સરીફા ઉર્ફે ખુશી છેલ્લા પાંચેક દિવસથી તેમની સાથે રહેવા આવેલ હતી. રાત્રીના તે અમારી સાથે રહેતી ન હતી. ગઇ તા.10/12/2023 ના બપોરના તેણી આ સરીફા ઉર્ફે ખુશી તથા અન્ય છોકરીઓ સાથે ધ્રોલ ખાતે ઇવેન્ટમા કામ માટે ગયેલ હતા. બાદ રાત્રીના સમયે તુફાનમાં બેસી પરત આવતા હતા, ત્યારે બીજી છોકરીઓ સાથે ખુશીને બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી. તેનો ખાર રાખી ગઇ તા.11/12/2023 ના તેણી રેખાબેન તથા અંકિતા, અવની, અશ્વીની, સરીફા ઉર્ફે ખુશી સાથે ઘરે બેઠા બેઠા વાતો કરતા હતા
ત્યારે સરીફા ઉર્ફે ખુશીનો મિત્ર રીક્ષામા આવેલ જે જોઈને ખુશી બોલાવવા લાગેલ જેથી બધા ઘરની બહાર નીકળેલ અને તે શખ્સ પોતાનું નામ કિશન હોવાનુ જણાવતો હતો. કિશન જોર-જોરથી રાડારાડી કરવા લાગેલ હતો અને હાથમા લઈ તેણીને માથાના ભાગે એક ઘા મારી દિધેલ હતો. અન્ય યુવતીઓ બચાવવા વચ્ચે પડતાં તેને પણ ધોકાથી ફટકરી કિશન અને ખુસી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષામાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.