રાજકોટ સર્કિટ હાઉસના કર્મીઓનો પગાર ન ચૂકવ્યાનો આરોપ, નાના માણસોને કઈ નહીં મળે તો ભૂખ હડતાળ કરશે
રાજકોટનાં સર્કિટ હાઉસના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે. સમયસર પગાર નહીં મળતાં સર્કિટ હાઉસનાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ 40 જેટલા કર્મચારીઓએ દોઢ-બે મહિનાથી પગાર જ ચૂકવવામાં ન આવ્યો હોવાનો આરોપ લગાવી કામગીરી બંધ કરી હતી. તેમજ પીએફ, પગાર સહિતના મુદે માગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કામગીરીનો બહિષ્કાર કરવા સાથે ભૂખ હડતાળનીની ચીમકી ઉચ્ચારી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.