વઢવાણ તાલુકાના 45 ગામોમાંથી આજે 44 ગામોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીનું કામ પૂર્ણ થઈ ગયું છે. - At This Time

વઢવાણ તાલુકાના 45 ગામોમાંથી આજે 44 ગામોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીનું કામ પૂર્ણ થઈ ગયું છે.


નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે નગરા ગામે 11 kv જવાન, વિકાસ, કિશાન AG ફીડર લોકાર્પિત કરાયું.

આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે નગરા ગામે 11 kv જવાન, વિકાસ, કિશાન AG ફીડર લોકાર્પિત કરવામાં આવ્યું હતું આ ફીડર કાર્યરત થતા નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોને 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધા ઉપલબ્ધ થશે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના વિકાસ મંત્રને વરેલી આ સરકારે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી જેના કારણે ગામડાના લોકોની સુખાકારીમાં વધારો થયો છે ખેતીવાડી માટે વીજળીનું અલગ નેટવર્ક ઊભું કરી રાજ્યના ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે ખેડૂતોને પાક માટે સમયસર પાણી આપવા રાજ્ય સરકારે લાખો ખેડૂતોને વીજ કનેક્શન આપી સિંચાઈની સવલતમાં વધારો કર્યો છે આજે નગરા ગામે 11 kv જવાન, વિકાસ, કિશાન AG ફીડરોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીની સુવિધાનું અનાવરણ કરવામાં આવ્યું છે જેનાથી નગરા, પ્રાણગઢ, અધેલી, ચમારજ, કટુડા એમ 5 ગામોના 900 ગ્રાહકોને લાભ મળશે જેના લીધે આ ગામોના ખેડૂતોની કૃષિ સવલતોમાં પણ નોંધપાત્ર વધારો થશે પોતાના મતવિસ્તાર વઢવાણ વિધાનસભા ક્ષેત્રમાં આવતા ગામોમાં ખેતીવાડી માટે વીજળીની વાત કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વઢવાણ તાલુકાના 45 ગામોમાંથી આજે 44 ગામોમાં 24 કલાક સિંગલ ફેઝ વીજળીનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બાકીના એક ગામમાં પણ ટૂંક જ સમયમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે ખેડૂતોને મુશ્કેલી ન પડે એ પ્રકારે કામ કરવા માટે PGVCLના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ત્રિભોવનભાઈ, મુકેશભાઈ પટેલ, દિલીપસિંહ ગોહિલ, રવજીભાઈ સહિત PGVCLના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.