ઈસ્ટ દિલ્હી પ્રીમિયર લીગ 2023ની પૂર્ણાહુતિ પર ઈનામ વિતરણ સમારોહનું આયોજન યુવાનોનું સમાજમાં કરોડરજ્જુ જેવું મહત્વનું સ્થાન છે – આચાર્ય લોકેશજી
ઈસ્ટ દિલ્હી પ્રીમિયર લીગ 2023ની પૂર્ણાહુતિ પર ઈનામ વિતરણ સમારોહનું આયોજન
યુવાનોનું સમાજમાં કરોડરજ્જુ જેવું મહત્વનું સ્થાન છે - આચાર્ય લોકેશજી
ભારત રમશે તો ભારત ખીલશે - ગૌતમ ગંભીર
યુવા પેઢીની સકારાત્મક ઉર્જાથી દેશ મજબૂત બને છે - તરુણ ચુગ
આધ્યાત્મિક જગતનાં ચમકતા સિતારા જૈનાચાર્ય લોકેશજી ધર્મ, આધ્યાત્મિકતા, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પ્રતિભાઓને આગળ વધારવામાં હંમેશા અગ્રેસર રહે છે. આ અંતર્ગત, "ખેલો ઇન્ડિયા" - એમ.પી રમત સ્પર્ધા અંતર્ગત પૂર્વ દિલ્હી પ્રીમિયર લીગ 2 નાં ઇનામ વિતરણ સમારોહમાં, ‘અહિંસા વિશ્વ ભારતી’નાં સ્થાપક, પૂજ્ય આચાર્ય લોકેશજી, પ્રખ્યાત ક્રિકેટર ગૌતમ ગંભીર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સાથે શ્રી તરુણ ચુગે ભાગ લીધો.
વિજેતા ટીમોને પુરસ્કાર આપતાં આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, ‘’કરોડરજ્જુને શરીરમાં જે સ્થાન છે, તે જ સ્થાન સમાજમાં યુવાનોનું છે. યુવાધન ઉર્જાનો સ્ત્રોત છે, યુવા પેઢી સ્વસ્થ અને સશક્ત હોય તો દેશ અને સમાજ મજબૂત બને છે. રમતગમત દ્વારા સમાજમાં સંપ, સદભાવ, સકારાત્મકતા, પ્રેમ અને ભાઈચારો વધે છે. જ્યારે યુવા પેઢી સાહિત્ય, કલા, સંસ્કૃતિ, રમતગમત વગેરે તમામ ક્ષેત્રોમાં વિકાસ કરે છે ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ થાય છે.
ભાજપનાં મહાસચિવ તરુણ ચુગજીએ કાર્યક્રમનાં આયોજન માટે પ્રેરણા આપનાર પૂર્વ દિલ્હીનાં સાંસદ અને પ્રખ્યાત ક્રિકેટર ગૌતમ ગંભીરની પ્રશંસા કરતા કહ્યું કે, “યુવા પેઢીની ઉર્જા સકારાત્મક દિશામાં વહેતી હોવાથી તેઓ ડ્રગ્સથી પણ દૂર રહે છે.”
પૂર્વ દિલ્હી પ્રીમિયર લીગના કલ્પનાકાર અને પ્રમોટર, પૂર્વ સાંસદ ક્રિકેટર ગૌતમ ગંભીરે એવોર્ડ વિતરણ સમારોહમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અને ભાજપનાં મહાસચિવ તરુણ ચુગજીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, “સફળ વડાપ્રધાન દેશના યુવાનોને આગળ લઈ જવાની નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ અમે આ સફળ કાર્યક્રમનું આયોજન કરી શક્યા છીએ. જો ભારત રમશે તો ભારતનો વિકાસ થશે, તેથી જ અમારી સરકારે 2013-2014ની સરખામણીમાં 2023-2024માં સ્પોર્ટ્સ બજેટમાં 3 ગણો વધારો કર્યો છે અને 1000 ખેલો ઈન્ડિયા કેન્દ્રો ખોલ્યા છે જેથી પાયાના સ્તરે રમતગમતની ઈકોસિસ્ટમને મજબૂત કરી શકાય. તેમણે વિજેતા ટીમો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.”
આ પ્રસંગે, ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક આદરણીય આચાર્ય લોકેશજી, ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગજી અને પૂર્વ દિલ્હીનાં સાંસદ, જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર સહિતનાઓએ પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં એમ.સી.ડી કાઉન્સિલર (નોમિનેટેડ) મનોજ જૈન પણ હાજર હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.