તારીખ 08/12/23 ના રોજ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો
તારીખ 08/12/23 ના રોજ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો
બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના ધારાસભ્ય બન્યાનો એક વર્ષનો સમયગાળો પૂરો થયો જેના અનુસંધાને બોટાદ જિલ્લાની જનતા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પોતે પોતાના મત વિસ્તાર બોટાદમાં કરેલા કામોનો હિસાબ ફેસબૂક લાઈવમાં માધ્યમથી આપવામાં આવ્યો જેમાં એક વર્ષમાં બોટાદના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં કરેલ વિકાસ કાર્યો તેમજ બોટાદ શહેર ખાતે કરેલ વિવિધ વિકાસ કાર્યો અને વિધાનસભામાં જનતાનો ઉઠાવેલ અવાજ અને લોકહિતના પ્રશ્નોનો ગુજરાત તેમજ સમગ્ર રાજ્યની જનતાને હિસાબ આપ્યો સાથોસાથ બોટાદમાં સંભવિત અને સૂચિત કાર્યોથી જનતાને અવગત કરી,વધુમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓએ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી પોતાની આવક અને સંપત્તિની એસીબી,ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરવા માંગ કરી અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય,સાંસદસભ્યો,મંત્રીઓ તેમજ આઈપીએસ અને આઈએએસ બધા જ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે અને તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં આવે, સમગ્ર દેશના આવા પેલા ધારાસભ્ય છે જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિ ની તપાસની માંગ કરી હોય, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ તેમજ સમગ્ર રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે દરેક ધારાસભ્યશ્રીઓ તેમજ સાંસદસભ્યશ્રીઓ એ પણ પોતે કરેલા કામોને જનતા સમક્ષ રાખવા જોઈએ.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.