પવનસૂત મેડિકલ સ્ટોર પરથી 4 નંગ એમ.ટી.પી કીટ જપ્ત કરી મેડિકલ સ્ટોર સીલ કરયું
પવનસૂત મેડિકલ સ્ટોર પરથી 4 નંગ એમ.ટી.પી કીટ જપ્ત કરી મેડિકલ સ્ટોર સીલ કરયું
બોટાદના શહેરના વિવિધ મેડિકલ સ્ટોર પર રેડ પાડવામાં આવી હતી. જેમાં પાળિયાદ રોડ પરના પવનસૂત મેડિકલ સ્ટોર ખાતે ડમી કસ્ટમરે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાની માંગણી કરતા પેઢીમાં હાજર વ્યક્તિએ વેચાણબિલ વિના જ એમ. ટી. પી કીટનું વેચાણ કરતા ખોરાક અને ઔષધ નિયમન ટીમે તુરંત જ મેડિકલ સ્ટોરની તપાસ કરતા 4 એમ. ટી. પી કીટ મળી આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત ઔષધ નિરીક્ષકશ્રીની કચેરીની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી આ રેડમાં મેડિકલ સ્ટોર સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.