માળીયા હાટીના માં નાની બાળકીને પરીવારથી મીલન કરાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ
જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર દ્વારા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓની તટસ્થતા પુવર્ક તપાસ કરી પ્રાજાજનોને ન્યાય અપાવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ
તા.7/12/23 ના રોજ બપોરના ૦4/૦૦ વાગ્યા આસપાસ માળીયા હાટીના ફલકુના વોકળા પાસે ચંદ્રેશ ભાઈ પરમારના પરિવાર સાથે એક દીકરી વિખૂટી પડી જતા પ્રમિદભાઈ
નંદલાલભાઈ જગોદડીયા ને નાની બાળકી રોતી મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરજ ઉપરના પી.એસ.ઓ વિલાસ બેન ખેર ને સોંપેલ હતી
પી.એસ.ઓ. એ આ બાબતની પો.સબ ઇન્સ. પી.કે. ગઢવી ને જાણ કરતા પો.સબ ઇન્સ. ગઢવી સાહેબએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને જેથી તાત્કાલીક પોલીસ સ્ટેશન ખાતે ફરજ પરના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી
સી ટીમ સાથે બાળકી ને લઈ મેઈન બજાર, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ પર આવેલ દુકાનદારો ને પૂછી બાળકી ના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી
આ તકે બાળકીના માતા એ કોઈ દુકાન ને પૂછતાં મારી બાળકી ને જોઈ છે ત્યારે દુકાનદાર કહ્યું પોલીસ બાળકીને લઈ માતા પિતાને ગોતે છે ત્યારે માતા તાત્કાલિક માળીયા હાટીના પોલીસ સ્ટેશને પોહચયા હતા
આમ માળીયા હાટીના પી.એસ.આઈ. પી.કે.ગઢવી સહિતના પોલીસ સ્ટાફે માતાપિતા સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.