રાજ્યકક્ષા દિવ્યાંગતા પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩ માટે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી
રાજ્યકક્ષા દિવ્યાંગતા પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩
માટે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી
અમરેલી તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૩ (સોમવાર) દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અંધ, બહેરા-મૂંગા,અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારી, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામ પર રાખતા નોકરીદાતા તથા પ્લેસ્મેન્ટ ઓફિસર માટે રાજ્યકક્ષા દિવ્યાંગતા પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમૂનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ પરથી વિનામૂલ્યે તા.૩૦.૧૨.૨૦૨૩ સુધીમાં મેળવી શકાશે. નિયત અરજી પત્રકોમાં વિગતો ભરીને સાધનિક દસ્તાવેજ બિડાણ સહિત કુલ ત્રણ નકલમાં તા.૩૦.૧૨.૨૦૨૩ સુધીમાં રુબરુ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર કચેરી,અમરેલીને મોકલી આપવાના રહેશે. આ અંગેની વધુ વિગતો-માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, જિલ્લા આોયોજન કચેરી સામે, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.