15 દિવસથી ચાલતા વરલીના જુગારમાં દરોડો : ચાર પકડાયા
પોપટપરા મેઇન રોડ પર 15 દિવસથી ચાલતા વરલીના હાટડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી ચાર શખ્સોને દબોચી રૂા.58600નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત અનુસાર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.એસ.આઇ. એન.ડી.ડામોર અને કોન્સ્ટેબલ હિેરન સોલંકી અને અશોક ડાંગરને મળેલ ચોકકસ બાતમીના આધારે પોપટપરા મેઇન રોડ પર જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા ફેસલ ઉર્ફે ફૈઝલ ઇકબાલ ચૌહાણ (ઉ.વ.36, રહે. બજરંગવાડી પુનિતનગર શેરી નં.2), બલભદ્રસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ રાણા (ઉ.વ.27, રહે. પોપટપરા શેરી નં. 12), ગોરધન ચૌહાણ (ઉ.વ.42, રહે. તોપખાના શેરી નં.3) અને જેરામ ગોવિંદ ચાવડા (ઉ.વ.21, સંતોષીનગર, મફતીયાપરા)ને દબોચી રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા. 56000નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે દરોડા દરમિયાન પોપટપરાનો નિલેશ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ફરાર થયેલ નિલેશ વરલીના 15 દિવસથી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.