દર્દીઓ સાથેનું લાગણી ભર્યું વર્તન ઠેસિયા મેટરનેટી એન્ડ ગાયનેક હોસ્પિટલનો ટ્રેડમાર્ક છે.
દર્દીઓ સાથેનું લાગણી ભર્યું વર્તન ઠેસિયા મેટરનેટી એન્ડ ગાયનેક હોસ્પિટલનો ટ્રેડમાર્ક છે.
આજના આધુનિક યુગમાં કોઈ પણ માણસનું વ્યક્તિત્વ એના હાવભાવ સ્મિત પરથી
જ સામેવાળી વ્યક્તિ નક્કી કરે છે. આજના જમાનામાં સામેવાળી વ્યક્તિનુ સ્મિત લોગો તરીકે ઓળખાય છે .સામેવાળી વ્યક્તિનું પ્રભાવિત કરતું વ્યક્તિત્વ બિઝનેસ કાર્ડ તરીકે ઓળખાય છે .અને સામેવાળી વ્યક્તિ સાથે તમે કેવું વર્તન કરો છો એ આજના આધુનિક યુગમાં તમારો ટ્રેડમાર્ક બની જાય છે. આજના યુગમાં ટ્રેડમાર્ક વગર કોઈ માણસ કે વસ્તુની કોઈ જ કિંમત નથી .જીવનમાં ઘણા બધા લોકોને આપણે મળતા જોઈએ છીએ. એમાંય ખાસ જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે અચૂકથી ડોક્ટરની મુલાકાત લેતા હોઈએ છીએ .થોડા દિવસ પહેલા મળવા જેવા માણસ ,વ્યક્તિ વિશેષ ડોક્ટર અતુલસર ઠેસિયા, ડોક્ટર સંગીતાબેન ઠેસિયા અને ડોક્ટર હેમાક્ષી કોટડીયા (ટીલાડા )ઠેસિયા મેટરનીટી એન્ડ ગાયનેક હોસ્પિટલમાં કાર્યરત ફરજ બજાવતા ડોક્ટરોને મળવાનું થયું ,જેમ પહેલો વરસાદ પડતાં જ માટીની મહેક મહેકી ઊઠે તેમ ડોક્ટરની આ ટીમને મળીને મહેકી ઉઠાવ્યું. સરળ સ્વભાવના ડોક્ટર દંપતિ પોતાના નિખાલસ સ્વભાવથી દર્દીઓને સરળ ભાષામાં સમજાઈ જાય એ રીતે માર્ગદર્શન આપી પોતાની ફરજ બજાવી રહ્યા છે, કહેવાય છે ને સુંદરતા તો ત્યાં શોભે જ્યાં વાણીમાં મીઠાશ હોય અને મીઠાશવાળી વાણી બોલતા જ દર્દીઓના અડધા દર્દો દવા વગર. એમ જ ગાયબ થઈ જાય છે. એવા જ ફરજ પરના ડોક્ટર હેમાક્ષી પોતાના દર્દીઓને શાંતિથી સાંભળી પોતાની આગવી શૈલી અને છટ્ટાથી ઈલાજ કરી રહ્યા છે આ ત્રણેય ડોક્ટરોની ટીમથી સોનામાં સુગંધ ભળી ગઈ છે , પહેલી જ વખત ઠેસિયા મેટરનીટી એન્ડ ગાયનેક હોસ્પિટલ જુનાગઢ ખાતે જવાનું થયું ત્યારે સમજાયું કે ઠેસિયા સર માટે પૈસા, પદ ,પ્રતિષ્ઠા કરતા પણ સામેવાળી વ્યક્તિની લાગણીઓની કદર વધારે છે. ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સમય કાઢી મને સમય આપ્યો .ત્યાં દર્દીઓ અને ડોક્ટરોની વાતચીત સાંભળી ત્યારે દિલથી કહેવાય ગયું કે, જૂનાગઢની ઠેસિયા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોનું સ્મિત દર્દી માટે આજના જમાનાનો ટ્રેડમાર્ક છે. સાહિત્ય રસિક આ ડોક્ટરોને મારી બંને બુકો
આભ ધરા (કાવ્યસંગ્રહ )અને લીલી લાગણી ભીના ભાવ (વાર્તાસંગ્રહ )અર્પણ કરી ખૂબ જ રાજીપો થયો.
લેખિકા કથીરીયા પ્રવિણા "પવિ" નવસારી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.