મિત્રના રૂપિયાની ઉઘરાણી મામલે યુવકને આંતરી બે શખ્સોનો પાઈપથી હુમલો - At This Time

મિત્રના રૂપિયાની ઉઘરાણી મામલે યુવકને આંતરી બે શખ્સોનો પાઈપથી હુમલો


ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સના ગેઇટ પાસે યુવકને આંતરી કારમાં ઘસી આવેલ મોરબી પંથકના બે શખ્સોએ તારા મિત્ર વિશાલને બોલાવ કહીં પાઈપથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સમાં રહેતાં મિતેષભાઈ પ્રકાશભાઇ જીલકા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક જીતેન્દ્ર પરમાર અને હરેશ જલા પરમાર (રહે. બંને નાની વાવડી, મોરબી) નું નામ આપતાં તાલુકા પોલીસે કલમ 323,504,114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગ્રાફીક ડીઝાઇનનુ કામ કરે છે. ગઈકાલે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેઓ બહારથી ધરે જતો હતો ત્યારે સ્કાય હાઇટસના ગેઇટ પાસે પહોંચતા ત્યાં એક સ્વીફટ કાર નં. જીજે-03-એમએલ-5332 ઉભેલ હતી.
જેમા તેમનો મિત્ર પાર્થ વડગામા બેસેલ હતો જેણે બોલાવેલ કે, મીતેષભાઇ અહી આવો જેથી તેઓ કાર પાસે ગયેલ ત્યારે તે કારમાંથી બે શખ્સો નીચે ઉતરેલ જેમા એકનું નામ હાર્દીક કૈલા જે સ્કાય હાઇટસમા પહેલા આવતો જતો હતો. દરમિયાન હાર્દીકે તેઓને ગાળો આપી ફડાકા મારવા લાગેલ તેમજ કહેવા લાગેલ કે, તુ વિશાલને ઓળખશ તુ મને તેની પાસે લઇ જા, તેમ કહી તેની સાથે આવેલ અન્ય શખ્સ હરેશ પરમાર પણ ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગેલ હતો.
ઉપરાંત હાર્દિકે ફરિયાદીના ફોનમાંથી તેના મિત્ર વિશાલભાઈને ફોન કરવાનું કહેલ જેથી તેઓએ કહેલ કે, મારે તેની સાથે કોઇ કોન્ટેક નથી કહેતા આ હરેશ એકદમ ઉશ્કેરાય જઈ ગાડીમાથી લોખંડનો સળીયો કાઢી હાથમાં ઝીંકી દિધો હતો અને કહેલ કે તુ, વિશાલને મવડી ચોકડીએ મળવા માટે બોલાવ જેથી તેઓએ મિત્ર વિશાલને ફોન કરતા વિશાલએ મળવા આવવાની હા પાડેલ હતી. થોડીવાર બાદ હાર્દીકે ફરીવાર મારી ફોન કરાવડેલ જેથી વિશાલએ આવવાની ના પાડેલ હતી. જેથી બંને શખ્સો ઉશ્કેરાયા હતાં અને મારમારવા લાગ્યા હતાં. દરમ્યાન તેનો મિત્ર પાર્થ કારમાંથી ઉતરી ગયેલ અને થોડે આગળ જઈ તેને વિશાલને ફોન કરી બનાવની જાણ કરતાં બંને શખ્સોએ પાર્થને ફડાકા મારી ઢીકા પાટુનો મુંઢમાર મારેલ હતો. તેમજ ફરિયાદી ત્યાંથી ભાગી જઈ અને હું ત્યાંથી ભાગી જઈ મારા ધરે પહોંચેલ અને બનાવની જાણ પત્નીને કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એન.મોરવાડિયા અને સ્ટાફે તપાસ હાથ ધરી બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.