બાલાસિનોર વિધાનસભામા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
માળના મુવાડા આશ્રમ આશ્રમશાળા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યું
મહીસાગર જીલ્લાની બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારમાં નવા વર્ષનું સ્નેહમિલન કાર્યક્રમ માળના મુવાડા આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને પોતાના આગવા અંદાજમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રી ના રૂપમાં સતત ત્રીજી વખત બેસાડવા માટેની હકાલ કરી હતી જ્યારે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી અને જનજન સુધી પહોંચાડવાની કાર્યકર્તાઓને હકાલ કરી હતી જ્યારે પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબે રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની કાર્યકર્તાઓને જવાબદારી આપી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબ મહીસાગર જીલ્લા ભાજપ પ્રભારી શ્રી કનુભાઈ પટેલ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ સિંહ બારીયા સાહેબ પંચમહાલ લોકસભાના સંસદ શ્રી રતનસિંહ રાઠોડ બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાઠક પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડ મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ બુહદ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુકલ સાહેબ જિલ્લાના ત્રણે મહામંત્રી શ્રી ઓ બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વીરપુર પ્રમુખશ્રી કપડવંજ ના કર્મઠ કાર્ય કરતા કથલાલના કરમઠ કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત બાલાસિનોર ના સદસ્યશ્રીઓ અને
જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજક મિત્રો શક્તિ કેન્દ્ર પ્રભારીશ્રીઓ, સરપંચ શ્રીઓ બુથ લેવલના બુથ પ્રમુખશ્રીઓ પેજ કમિટીના સભ્યશ્રીઓ તથા સમસ્ત વિધાનસભા વિસ્તારમાંથી સિનિયર જુનિયર કાર્યકર્તા ભાઈઓ ,બહેનો પાર્ટીને સમર્પિત અને સમર્થિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.