વડનગર ખાતે શ્રી રામ જ્યોત પદયાત્રા રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
વડનગર ખાતે શ્રી રામ જ્યોત પદયાત્રા રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણ ખાતે કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી ના દિવસે શ્રી રામ જ્યોત પદયાત્રા રથ નો પ્રસ્થાન કર્યું હતું તેમા હાટકેશ્વર મહાદેવ ના મંદિર ના પરીસર હાટકેશ્વર મહાદેવ ની પૂજાઅર્ચના કરી ને અને ૨૦૦૨ માં કારસેવકો અયોધ્યા ગયા હતા તે કાર સેવકો ને સન્માન કર્યું હતું શ્રી રામચંદ્ર મૂર્તિ પ્રતિમા વેદો ઉપનિષદો શાસ્ત્ર ના મંત્ર ઉચ્ચારણ કરી ને સ્થાપિત જાન્યુઆરી મહિનામાં કરવાં માં આવ છે. તેના અનુસંધાનમાં ઉત્તર ગુજરાત માં મહેસાણા જિલ્લાના ખેરાલુ મતવિસ્તાર નાં પવન કુમાર ચૌધરી એક નવયુવાન ને મન નો સંદેશો મગજ ની અંદર આ વિચાર એવો આવ્યો હતો તેઓ એકલા પદયાત્રા કરી ને જવાનું હતું પરંતુ કેટલાક યુવાનો આ શ્રી રામ જ્યોત પદયાત્રા રથ જોડાઈ ને સહભાગી બન્યા છે તેથી આ પદયાત્રા રથ લઈને વડનગર થી અયોધ્યા (ઉત્તર પ્રદેશ) ૧૨૪૦ કિલોમીટર ૪૧ દિવસ સુધી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સરદાર ભાઈ ચૌઘરી, દૂધ સગાર ડેરી ના ચેરમેન અશોકભાઈ ચૌધરી , મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર તથા ખેરાલુ મતવિસ્તાર તથા વડનગર તથા મહેસાણા જિલ્લા ના અગ્રણીઓ તથા નામિ અનામી મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ શ્રી રામ જ્યોત પદયાત્રા રથ પ્રસ્થાન કરી ને આ કાર્યક્રમ ને સફળતા પૂર્વક બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.