પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર બંધારણ દિવસ પૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર બંધારણ દિવસ પૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનમાં,26મી નવેમ્બર,2023ના રોજ ડિવિઝનલ ઓફિસમાં રજા હોવાને કારણે સોમવાર,27મી નવેમ્બર,2023ના રોજ બંધારણ દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર,આ દિવસની ઉજવણીનો હેતુ ભારતના નાગરિકોને બંધારણના મહત્વ વિશે શિક્ષિત અને યાદ અપાવવાનો છે અને મસૌદા સમિતિના અથાક પ્રયાસોથી તેમને સામાજિક,સાંસ્કૃતિક,ધાર્મિક સ્વતંત્રતા આઝાદી મળ્યા પછી,26 નવેમ્બર 1949ના રોજ ભારતનું લોકશાહી બંધારણ અપનાવવામાં આવ્યું. તે દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.બંધારણ દિવસ નિમિત્તે,ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરાવ્યું હતું ભાવનગર ડિવિઝનના તમામ સ્ટેશનો,ડેપો,ઓફિસો અને વર્કશોપ પર તમામ કર્મચારીઓ દ્વારા બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરી બંધારણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.