મહીંસાગર જીલ્લામાં કમોસમી વરસાદનુ આગમન. - At This Time

મહીંસાગર જીલ્લામાં કમોસમી વરસાદનુ આગમન.


મહીંસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.જયારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને મહીંસાગર જીલ્લામા વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.જયારે જિલ્લામાં કમોસમી માવઠું થવાના કારણે ખેડૂતો ચિંતાતુર થયા હતા.ગાજવીજ સાથે કમોસમી વરસાદનુ આગમન થતાં ખેતરોમાં રહેલ ડાંગરના પાક તેમજ ઘાસચારમા પણ નુકશાનની ભીતી સેવાઇ હતી.જયારે બીજી બાજુ મકાઈ,તુવેર અને ચણા જેવા ખેતરોમાં કરેલા પાકોમાં વરસાદના કારણે નુકસાન થવાની ભીતી સેવાઈ હતી.વરસાદ પડતા ખેડૂતો પણ‌ ખેતરોમાંથી ઘાસચારો ટ્રેકટરમાં ભરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.મહીસાગર જીલ્લાના તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે તેમજ કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદનુ આગમન થયું હતુ.કમોસમી વરસાદ પડવાના કારણે સમગ્ર પંથકમાં ઠંડા પવનો ફુંકાવાના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.