ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુકાયા ચિંતામાં : માવઠાને લઈને કાઉન્ડ ડાઉન શરૂ
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુકાયા ચિંતામાં : માવઠાને લઈને કાઉન્ડ ડાઉન શરૂ
હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તેમજ કમોસમી વરસાદ ઘાતક આગાહી કરી હતી તે મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વિસ્તારોમાં આજરોજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો તેમ જ વરસાદમાં કરા પડતા સીમલા અને મનાલી જેવું વાતાવરણ થયું હતું ત્યારે ક મોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે સિઝન નું સૌથી ભારે માવઠાની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ખેડૂત પુત્રો ઉપર આ માવઠાની માઠી અસર થઈ હતી. ગુજરાતમાં હાલ એક સાથે બે ઋતુ જોવા મળી રહી છે જેમાં એક તરફ શિયાળાની ગુલાબી ઠંડી તેમજ બીજી તરફ ચોમાસા જેવો વરસાદ. ત્યારે આ માવઠું ખેડૂતો માટે મહામુસીબત સમાન ઘાતક બન્યું હોય તેવું અનેક વિસ્તારોમાં દ્રશ્યમાન થયું છે. આજે 26 તારીખ રવિવાર નો દિવસ છે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બપોરે 2:00 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત પરથી થઈ રહી છે પસાર, સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ બોટાદ, ભાવનગર જે શહેરોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાશે જે આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.