ધંધુકામાં ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ યોજાયો.
ધંધુકામાં ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ યોજાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ના પચ્છમ દાદા બાપુ ધામથી 1900 થી વધારે ફેરવ્હીલ ગાડી સાથે ઠાકોરજીની જાન ધંધુકા આવી પહોચી હતી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરમાં દર્શન માટેના 15 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને આ 15 સ્થળનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર સૈનિકોના નામ ઉપર ઠાકોરજીની જાન પરિભ્રમણ
કરી હતી.
અમદાવાદ જીલ્લાના ધંધુકામાં જનકપુરી હિંદવા હોટેલની બાજુમાં બગોદરા હાઈવે રોડ ઉપર ભવ્ય તુલસી વિવાહ અને સનાતન ધર્મ સર્વસમાજના 111 દિકરીઓના તૃતીય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ તુલસી વિવાહ ગુજરાતનો સૌથી મોટો થવાનો છે
આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા આવતી કાલના રોજ માં, બાપ વગરની 111 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યુ છે. સાથે સાથે સમગ્ર ભાલપંથક અને ધંધુકાનગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાતનો સૌથી મોટો તુલસીવિવાહ મહોત્સવનું આયોજન આજ રોજ કરવામાં આવ્યુ છે. આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન દાદાબાપુ ધામ પચ્છમ થી વીરભૂષણ વિજયસિંહ બાપુ 1900 થી વધારે ગાડી ના વિશાળ કાફલા સાથે ધંધુકા આવી પહોચી હતી.
ત્યારે આ ઠાકોરજીની જાન દાદાબાપુ ધામ પચ્છમથી નીકળી રસ્તામાં આવતા ગામડાઓ પચ્છમ, ગાફ,ઉમરગઢ, રોજકા અને ત્યાંથી ધંધુકા નગરમાં કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તે હાઈવે થી આજ રોજ બપોરે 5:00 વાગ્યે નગર પ્રવેશ કરશે. આ જાન જ્યારે આવે ત્યારે ઠાકોરજી વરરાજા ના સ્વરૂપે ધંધુકા નગરમાં ધંધુકા માર્કેટયાર્ડથી કોલેજ અને કોલેજથી પુનિત મહારાજનું સ્ટેચ્યુ ત્યાંથી ડો. બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ ત્યાંથી અવાડાચોક અને ત્યાંથી મોટીશાકમાર્કેટ સુધી નગરમાં પરીભ્રમણ કરી ત્યાંથી રુદ્ર કોમ્પલેક્ષ થી ઠાકોરજીને હાથી ની સવારી કરી જનકપુરી ખાતે પહોંચી હતી
આ પરિભ્રમણમાં ઠાકોરજી વરરાજાના સ્વરૂપે રથ સાથે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો પદ્મશ્રીઓ, વૈજ્ઞાનિકો, કેળવણીકરો, ચિત્રકારો, ભજનિકો,લેખકો, સાહિત્યકારો અને સાત રાજવી પરિવારના મહારાજાઓ અને 55 સંતો મહામંડલેશ્વરો તેમજ આર્મીના નિવૃત લશ્કરના 108 જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણમાં જોડાયા હતા.
સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શની 12 ઝાંખી એટલે કે ટેબલો આ નગર પરિભ્રમણમાં પણ કરી હતી. આ નગર પરિભ્રમણમાં ધંધુકાનગરમાં દર્શન માટેના 15 પોઈન્ટ(સ્થળો) નક્કી કરવામાં આવ્યા છે અને આ 15 પોઈન્ટનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર બલિદાનની સૈનિકો ના નામ ઉપર રાખવામાં આવ્યા છે જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. જે જે પોઇન્ટ ઉપર વીર શહીદ સૈનિકનું નામ આપવામાં આવ્યુ હતુ
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.