રાજકોટની નર્સ યુવતિનો આપઘાત - At This Time

રાજકોટની નર્સ યુવતિનો આપઘાત


શાપર-વેરાવળની શ્રીજી સોસાયટી ખાતે શેરી નં.3માં આવેલ બિલીપત્ર એપાર્ટમેન્ટના 302 નંબરના ફલેટમાં રહેતી કાજલ ભીખુભાઈ કોટડીયા (ઉ.વ.26) એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.પાડોશીને દુર્ગંધ આવતા બનાવની જાણ થઈ હતી. મૃતકે ત્રણેક દિવસ પહેલા પગલું ભરી લીધાની શંકા છે.
આ અંગે મળતી વિગત મુજબ, કાજલનું મૂળ વતન ગીર સોમનાથ જિલ્લાનું ગીર વડાળા ગામ છે તેણી છેલ્લા 8 વર્ષથી રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલે આવેલી લાઈફલાઈન હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 3 બહેન 1 ભાઈમાં મોટી હતી.તેણે 20 દિવસ પહેલા જ શાપરમાં ફલેટ ખરીદ્યો હતો. દિવાળી તહેવાર બાદ તેના માતાપિતા ગામડે ગીર વડાળા ગયા હતાં. તેઓ 15 તારીખે ગયા બાદ કાજલ ઘરે એકલી હતી.આજે સવારે ફલેટમાંથી દુર્ગંધ આવતા પાડોશીને જાણ થઈ હતી.કે,કાજલે ફાંસો ખાધો છે.
મૃતદેહ કોહવાય ગયો હોય પોલીસે દોડી જઈ પીએમ અર્થે મોકલ્યો હતો. એએસઆઈ મુકેશભાઈ ડાભી અને હેડકોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળીયાએ કાગળ કાર્યવાહી કરી હતી. કાજલે ફલેટના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાદ્યો હતો.આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, કાજલે અપરણિત હતી. 8 વર્ષથી લાઈફલાઈન હોસ્પિટલમાં ઉપરના માળે રહેતી હતી. તેમના પિતાને ગીર વડાળામાં ફલોરમિલ છે.
નવો ફલેટ લેતા માતા અમુબેન અને પિતા ભીખાભાઈ બચુભાઈ કોટડીયા પણ અહીં રહેવા આવેલા 15 તારીખે પરત ગામડે ગયા ત્યારે કાજલે ફોન કરી પુછયું હતું કે, ગામડે પહોચ્યા કે નહીં.પિતાએ પહોંચી ગયાનું જણાવ્યું હતું.આ છેલ્લી વાત થયા પછી કાજલનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો.પિતાના જણાવ્યા મુજબ, આપઘાત કરવાનું કોઈ કારણ હતું નહીં જેથી પોલીસે મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.