108 ટ્રાયસીકલ સાયકલોનું દિવ્યાંગ લોકોને અર્પણ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં આજે 108 ટ્રાઇસિકલ જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવી હતી. એમાં પ્રતિક રૂપે અહીં 20 થી 25 લોકોને બોલાવ્યા હતા કાર્યક્રમ વખતે એમને અર્પણ કરવામાં આવી હતી. ઋષિ ભાઈ વિનુભાઈ ચોરસિયા હાલ ઓસ્ટ્રેલિયા તેમના પરીવાર તરફથી દિવ્યાંગ લોકો માટે એક ભાવ રૂપે, દિવ્યાંગના હનુમાન બને એના માટે પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી, ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી-વડતાલ, પૂજ્ય પ્રેમપ્રકાશદાસજી સ્વામી- કલાકુંજ મંદિર વગેરે વડીલ સંતોના હસ્તે 108 ટ્રાયસીકલ સાયકલ અર્પિત કરવામાં આવી હતી. મંદિરના દર્શને આવતા વૃદ્ધો, રોગીઓ દર્શનાર્થીઓને 50 વ્હીલ ચેર પણ આ ચોરસીયા પરિવાર તરફથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને અર્પણ કરવામાં આવી હતી.
છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.