તારીખ 17/11/2023 ના લાભ પાંચમના દિવસે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ તાલુકાના કાનીયાડ ગામ ખાતે આશરે રૂ.13 કરોડના ખર્ચે GIDC નું ખાતમુર્હત (ભુમીપુજન )કરવામાં આવ્યું
બોટાદ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારને વધુને વધુ વિકસિત થાય તેના માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના અથાગ પ્રયત્નો થકી કાનીયાડ ગામ ખાતે વિધિવત gidc નું ભુમીપુજન કરવામાં આવ્યું તેમજ વધુમાં ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે 2 વર્ષમાં આ GIDC નું સંપૂર્ણ કામ પૂરું થશે અને કાનીયાડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર પણ એક મોટુ ઉધોગ કેન્દ્ર બનશે તેમજ કાનીયાડ ગામ ખાતે વિપુલ પ્રમાણમાં ઉધોગો સ્થપાસે અને આ ભુમીપુજન કાર્યક્રમમાં બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતમાં કાનીયાડ ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો તેમજ મોટા પ્રમાણમાં ગામ લોકો હાજર રહ્યા અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ
તારીખ 17/11/2023 ના લાભ પાંચમના દિવસે જ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા અળવ રોડ સેન્ટરેલ જેલની બાજુમાં બોટાદ શહેર ખાતે આશરે રૂ.15 કરોડના ખર્ચે રમત સંકુલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ)નું ખાતમુર્હત (ભુમીપુજન )કરવામાં આવ્યું, બોટાદ જિલ્લા ના દરેક યુવાનો તેમજ બોટાદ જિલ્લાની જાહેર જનતા માટે વિસ્તારને વધુને વધુ વિકસિત થાય તેના માટે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાના અથાગ પ્રયત્નો થકી બોટાદ શહેર ખાતે ખાતે વિધિવત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભુમીપુજન કરવામાં આવ્યું તેમજ આ રમત સંકુલમાં દોડવા માટેનું મેદાન,લાંબી કૂદ, ઊંચી કૂદ,હોલીબોલ,સ્વિમિંગ જેવી અનેક ગેમો રમી શકાય તે પ્રકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે જેથી બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ,યુવાનો તેમજ બોટાદ જિલ્લાની જાહેર જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા લાભ પાંચમ ના દિવસે બોટાદની જનતાને ભેટ આપી હતી.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.