ધંધુકા ફેદરા પીપળી રસ્તા પર બેભાન બાઇકચાલકના 7 લાખની રોકડ, સોનાની ચેન મળતા 108 ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

ધંધુકા ફેદરા પીપળી રસ્તા પર બેભાન બાઇકચાલકના 7 લાખની રોકડ, સોનાની ચેન મળતા 108 ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું


ધંધુકાના પીપળી-ફેદરા માર્ગ પરની ઘટના

બેભાન બાઇકચાલકના 7 લાખની રોકડ, સોનાની ચેન પરત કરાઈ

પીપળીથી ફેદરા માર્ગ પર રસ્તા પર બેભાન અવસ્થામાં પડેલા બાઇક ચાલક પાસેથી 7 લાખની રોકડ, સોનાની ચેન તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ દર્દીના સબંધીને પરત કરી 108 ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દસક્રોઈ કઠવાડા 108 કોલ સેન્ટર પર કોઈએ 13 નવેમ્બરની સાંજે કોલ કરી જાણકારી આપી હતી કે ધંધુકા પાસે પીપળી ફેદરા માર્ગ પર કોઈ અજાણ્યો બાઇકચાલક બેભાન અવસ્થામાં પડ્યો છે. તુરંત નજીકના લોકેશનની 108 ટીમના પાયલોટ હરપાલસિંહ ઝાલા તેમજ ઈએમટી નીતિનભાઈ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આશરે 48 વર્ષની ઉંમરનો ચાલક બેભાન હતો. પાસે બાઇક પડી હતી. જેના પર એક થેલી લટકતી હતી. તુરંત 108 ટીમે બાઇક પર લટકતી થેલી તેમજ બેભાન અવસ્થામાં દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ સારવાર આપવાની શરૂ કરી હતી. થેલીમાંથી આધારકાર્ડ મળી આવતાં સંપર્ક કરતા દર્દીના સ્વજનનો સંપર્ક થતા તેઓએ સૂચવેલ હોસ્પિટલમાં દર્દીને લઈ જવામાં આવ્યા હતા.દરમિયાન થેલીમાંથી રોકડા 7 લાખ મળી. આવ્યા હતા. ઘાયલ ઇસમ પાસેથી સોનાની ચેન, મોબાઈલ પણ મળી આવ્યા હતા. દર્દીને હોસ્પિટલમાં પહોંચાડી ત્યાં તેઓના સ્વજનોને 108 ટીમે રોકડા 7 લાખ, મોબાઈલ તેમજ સોનાની ચેન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. નવી પોલિસી મુજબ 108એ ઘાયલ દર્દીનું નામ જણાવ્યું નથી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.