ઈમાનદારી આજે પણ જીવંત છે એનું ઉદાહરણ પુરું પાડતો એક કિસ્સો સામે આવ્યો.
અમદાવાદની અંદર આજે એક ઉમદા એક ઉદાહરણ જોવા મળ્યું 14 તારીખ ના રોજ કંકુબેન બાબાજી સોલંકી આ બેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી સેવાઓ માંથી એક સેવા એટલે એએમટીએસ બસ જ્યાં અમદાવાદની પ્રજા લાખોની સંખ્યામાં મુસાફરી કરતા હોય છે એ મુસાફરી દરમિયાન આ બેન પણ મુસાફરી કરતા હતા રૂટ હતો ગાડીનો સરખેજ થી મેઘાણીનગર નો ગાડી નંબર છે જીજે 27 ટીડી 1135 અને ડ્રાઇવર નું નામ છે મોહમ્મદ ઈકબાલ અને કંડકટરનું નામ છે.
મોહમ્મદ અયાજ શેખ રૂટ 31 નંબરની બસ સેવાનો હતો આ બંને ડ્રાઇવર અને કંડકટરને એક દાગીના અને પૈસા ભરેલી બેગ મળી આવી ઓછામાં ઓછા એમાં 40 હજારથી વધારે રૂપિયા હતા અને સોનાના દાગીના એ થેલીમાં જોવા મળ્યા હતા બસ કંડક્ટરે આ થેલીને ડ્રાઇવરને બતાવી કે આ થેલી કોઈ ભૂલી ગયું છે આપણે એને લાલ દરવાજા હેડ ઓફિસ જેને ઝીરો ઓફિસના નામથી વખણાય છે ત્યાં આપી દઈએ કોઈપણ માણસ આ થેલી ગોતવા માટે લાલ દરવાજા જરૂરથી આવશે બસ ડ્રાઈવર અને કંડક્ટરે આ થયેલી લાલ દરવાજા હેડ ઓફિસમાં સોંપી દીધી અને મેઘાણીનગર જવા માટે નીકળી પડ્યા એવામાં કંકુબેન બાબાજી સોલંકી એ લાલ દરવાજા હેડ ઓફિસ નો સંપર્ક સાધ્યો એમના પાસે જે બસમાં મુસાફરી કરી હતી એ બસની ટિકિટ પણ એમના જોડેથી મળી આવી અને ઘણી ચકાસણી પછી લાલ દરવાજા એએમટીએસ ના અધિકારીઓને જાણવા મળ્યું કે પૈસા અને દાગીનાની થેલી જે લેવા આવ્યા છે એમની છે પછી અધિકારીઓએ બસ ડ્રાઈવર અને કંડકટર ને બોલાવ્યા અને બસ ડ્રાઇવર અને કંડક્ટરે સાબિતી આપી કે હા આ બેન અમારી જ બસમાં બેઠા હતા અને એમની જ દાગીના અને પૈસાની થેલી છે એ બેને બસ ડ્રાઇવર અને કંડકટર નો આભાર માન્યો કે આ દિવાળી દરમિયાન આટલું પુણ્યનું કામ આ બે જણાએ કર્યું છે એના માટે હું દિલગીર છું અને એમને શાબાશી આપી કે આવા ઈમાનદાર ડ્રાઇવર અને કંડકટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસ માં હોય તો અમદાવાદની પ્રજાને કોઈપણ વસ્તુ ખોવાય તો પણ એ મળી જાય આ તો ઠીક આ બંને બસ કંડકટર ડ્રાઇવરે 14 /8 /2023 ના રોજ એમની જ બસમાં સફર કરતા કોઈ 5,000 નો પાકીટ ભૂલી જતા આ બંને જણાએ એ પાકીટ ને લાલ દરવાજા હેડ ઓફિસ એ આપ્યું અને જેનો પાકીટ ખોવાયો હતો એ માણસ લાલ દરવાજા હેડ ઓફિસ નો સંપર્ક કરીને એનો 5000 રૂપિયા નો પાકીટ મળી ગયો હતો.
આવા ઉમદા કાર્યો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એએમટીએસ દ્વારા જે કોન્ટ્રાક્ટ કંપનીઓને આપવામાં આવે છે એ કંપની ડાઘા કંપની છે ડાઘા કંપની વર્ષોથી એએમટીએસ માં આવા ઈમાનદાર માણસોને ભરતી કરે છે એ સરહનીય છે આવા ડ્રાઇવર મોહમ્મદ ઈકબાલભાઈ અને કંડકટર મોહમ્મદ અયાજ શેખ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીયલ હીરો ગણાય છે જે અમદાવાદની પ્રજા સુખ અને શાંતિથી એએમટીએસ બસમાં સફર કરે છે અને આવા માણસોને જે સમાજને એક મેસેજ આપે છે કે ઈમાનદારીથી કામ કરો અને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરો તો સમાજ અને સમાજમાં રહેતા માણસોનું હિત જળવાઈ રહે એક શુભકામના સાથે આ બંને દિવસોત્તર આપ આગળ વધો એવી એટ ધીસ ટાઈમ ન્યુઝ તરફથી શુભકામના
રિપોર્ટ બાય
સૌરાંગ ઠક્કર, અમદાવાદ
બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.