નવાગામ અને આંબરડી રોડ વચ્ચે બાઈક અને કારનો અક્સ્માત સર્જાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ - At This Time

નવાગામ અને આંબરડી રોડ વચ્ચે બાઈક અને કારનો અક્સ્માત સર્જાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ


જસદણ તાલુકાના નવાગામે રહેતા હરજીભાઈ સવાભાઈ વાઘાણીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વાડીએ કામ કરતા હતા ત્યારે તેનો સૌથી નાનો દીકરો રોહિત અને તેની દીકરી કાજલ ભડલી સાસરે છે જેથી તેને મૂકવા માટે તેનો દીકરો સવારમાં ગયેલ ત્યારે તેમને જાણભેદુએ જાણ કરેલ કે તમારા દીકરાનું નવાગામ થી આશરે 1 km આંબરડી ગામ બાજુ ગોકળભાઈ રવજીભાઈ મજેઠીયા ની વાડી પાસે અકસ્માત થયેલ છે, ત્યારે તત્કાલ ધોરણે હરજીભાઈ ત્યાં પહોંચતા તેમનુ મોટરસાયકલ gj 03ms 9615 જે રોડની સાઈડમાં પડેલ અને સફેદ કલરની સ્વીફ્ટ જીજે13 am 64 70 વાળી ગાડી પડેલ. ત્યારે તેમના દીકરાને પહોંચતા રાજકોટ ખાતે ગોકુલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા અને કારચાલક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.