સાળંગપુર શમામૃત મહોત્સવઃ હનુમાનજી મંદિરની સન્મુખ નવી યજ્ઞ શાળાનું વડતાલ ગાદીનાં 1008 આચાર્ય, રાકેશપ્રસાદજી મહારાજનાં હસ્તે લોકાર્પણ, વેદ, શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરાયું નિર્માણ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં ભવ્ય શતામૃત મહોત્વસ ઉજવાઈ રહ્યો છે. આજે હનુમાનજી મંદિરની એકદમ સન્મુખ નવી યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં અને વડીલ સંતો દ્વારા કરાયું હતું. મહત્ત્વનું છે કે, 16 સ્તંભ પર બનાવેલી આ યજ્ઞશાળાનું નિર્માણ સંતો દ્વારા શાસ્ત્રોક્ત રીતે કરાયું છે. અહીં હરહંમેશ મારુતિ યજ્ઞ એવં હનુમાન મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવશે.
ચિંતનભાઈ જોષીએ યજ્ઞ મંડપ વિશે જણાવતાં કહ્યુંઃ
વડતાલ બોર્ડ સંચાલિત સાળંગપુર શ્રકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આ આ શ્રીપાંતરાત્ર શાસ્ત્ર મુજબ યજ્ઞ શાળા બનાવવામાં આવી છે. જે 16 સ્તંભ સાથે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સન્મુખ છે. ઘણાં દિવસથી અથાણાવાળા સ્વામીના મંડળની ઇચ્છા હતી કે, અહીં ભવ્ય શાસ્ત્રીય યજ્ઞ મંડપ હોય. અહીં ચારેય તરફ મંડળપીઠ, કુંભ પીઠ, પાલિકાપીઠ નામની સૌમકુંભ પીઠ સાથે કુબેરપીઠ અખંડ દીપ પેટી ભવ્યાતિભવ્ય યજ્ઞશાળા કાષ્ઠની શાસ્ત્રોમાં કહ્યા મુજબ બનાવી છે. 16 સ્તંભ 16 કલાનું પ્રતિક છે. જેમાં ચાર દરવાજા, આઠ દિશામાં આઠ દ્વારપાળક, દરેક દ્વારની ઉપર દ્વાર ધ્વજ અને તેના દેવતા, આ સિવાય દરેક દ્વારમાં કળશકુંભની સ્થાપના કરાઈ છે. આ ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે રીતે યજ્ઞ મંડપનું નિર્માણ થાય તે મુજબ સ્થાન પ્રસ્થાપિત કરાયું છે. આ યજ્ઞ મંડપમાં પદ્મકુંડ જે મહાલક્ષ્મીનું સ્વરૂપ છે તેમાં ભગવાન નારાયણનો અષ્ટાક્ષરી મંત્રની સ્થાપના સાથે યજ્ઞ કુંડમાં મહાયજ્ઞનું પાષાણ યુક્ત આયોજન કરાયું છે. ગોપાળાનંદ સ્વામીએ આપેલાં હનુમાન મહામંત્રનું અહીં સતત અનુષ્ઠાન કરાશે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, વ્હાલા ભક્તો સાળંગપુરમાં દાદાનો 175મો શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે. આજે પૂર્ણ વેદ, શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દાદાની બિલકુલ સન્મુખ મારુતિ યજ્ઞ મંદિરનું ઉદ્ઘાટન થયું છે. આ યજ્ઞ મંદિરમાં જે-જે ભક્તો મારુતિ યજ્ઞ કરવા આવશે એમનો યજ્ઞ અહીં થશે અહીં અગ્નિ ખૂણામાં વેદના અને વેદના અનુસાર જે-જે આહુતિ આપશે તેમના પર દાદા ખૂબ પ્રસન્ન થશે, દરેક સંકલ્પો કરશે અને બાધા રાખશે. તે હનુમાનજી પૂર્ણ કરશે. એટલે અહીં મારુતિ યજ્ઞનો ખૂબ મોટો મહિમા છે તો દાદાના સન્મુખ નવી યજ્ઞશાળામાં આપ સૌ અહીં કાયમ મારુતિ યજ્ઞ કરાવો
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.