સ્વચ્છતા હી સેવા અંતર્ગત વેરાવળ-કોડીનારના ગ્રામીણ વિસ્તારમાં થઈ સફાઈ કામગીરી
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વેરાવળ-કોડીનારના ગ્રામીણ વિસ્તારમાં થઈ સફાઈ કામગીરી
----------
વડોદરા અને છાછર ગામે રોડસાઈડમાંથી દૂર કરાયા ગાંડા બાવળ
----------
ગીર સોમનાથ.તા.૧૭: ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પણ અવિરત કામગીરી શરૂ છે. ખાસ કરી ગ્રામીણ વિસ્તારમાં પણ ગ્રામ્યજનોની ભાગીદારી નોંધાય રહી છે. ઉપરાંત વિવિધ થીમ આધારીત સફાઈનું પણ સુચારૂ રીતે આયોજન થઈ રહ્યું છે.
‘સ્વચ્છતા હી સેવા’ના આ જ ઉપક્રમે વેરાવળ તાલુકાના વડોદરા ગામે રોડ સાઈડમાંથી ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે કોડીનાર તાલુકાના છાછર ગામે પણ સફાઈ કર્મચારીઓ દ્વારા રોડસાઈડમાંથી ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્વક ગ્રામજનોએ પણ પોતાની ભાગીદારી નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.