સાળંગપુર ખાતે આયોજિત હસ્તકલા ઉત્સવની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
હસ્તકલા ઉત્સવમાં વિવિધ કલાકારોને બિરાદાવી “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપતા મહાનુભાવો
આયુષ વિભાગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા કમિશ્નર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ્સ (ગુજરાત સરકાર) અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલ્પમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા-અમદાવાદ દ્વારા પ્રેરિત બોટાદના સાળંગપુર ખાતે હસ્તકલા સેતુ યોજના આયોજિત દિવાળી હસ્તકલા ઉત્સવની મુલાકાતે પધાર્યા હતા આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કલાકારો સાથે સંવાદ સાધી તેમને બિરદાવ્યા હતા અને “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 15થી 24 નવેમ્બર દરમિયાન સાળંગપુર ખાતે હનુમાન મંદિર પાસે દિવાળી હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેન્ડવર્ક, માટીની વસ્તુઓ, લાકડામાંથી બનતી વસ્તુઓ, મડવર્ક, ઈમિટેશન જ્વેલરી, હેન્ડ પેન્ટીંગ, ભરતગૂંથણ, પટોળા, નાળીયેરના રેસા તેમજ મોતીમાંથી બનાવેલી વસ્તુઓ સહિતની કલા કારીગરીથી સુસજ્જ વસ્તુઓની ખરીદી કરવાની તક બોટાદવાસીઓ તેમજ સાળંગપુર ખાતે દર્શને પધારતા ભક્તજનોને મળી રહી છે કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્ય દંડકશ્રીની મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, પ્રાંત અધિકારી પરેશ પ્રજાપતિ, બરવાળા મામલતદાર પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.