બોટાદ જિલ્લામાં ઠંડી શરૂ થતા ગરમ કપડાના બજારમાં ગરમાવો, રૂપિયા 100 થી 2500 સુધી સારી ક્વોલિટીમાં મળી રહે છે
ગરમ કપડાં લેવા હોઈ તો પહોંચી જાવ અહીંયા.હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છેત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે ગુલાબી ઠંડીની શરૂઆત બાદ ચાર મહિના સુધી સતત શિયાળાના ફુકાતા ઠંડા પવનથી બચવા સૌ કોઈ ગરમ કપડાંનો સહારો લેતા હોય છેહાલના સમયમાં ગરમ કપડાંમાં પણ અવનવી વેરાઈટી જોવા મળે છેબોટાદ જિલ્લાના ગઢડા શહેરના ઢસા રોડ પર 30 વર્ષ થી શિયાળાની શરૂઆત પહેલા ગરમ કપડાંના સ્ટોલ લગાવવા માં આવે છે આ શરૂ થયેલું માર્કેટમાં અવનવી વેરાઈટી જોઈને લોકો પણ અહીં ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.અહીં આવેલ સ્ટોલ માં ગુજરાત બહાર થી વેપારીઓ ગઢડા શહેરમાં વેપાર કરવા માટે આવે છેઆવેલ સ્ટોલ માં ગરમ કપડાંના સ્ટોલ લગાવવામાં આવ્યા છે આ માર્કેટમાં તમને 100 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીના ગરમ કપડાં સારામાં સારી ક્વોલિટીના મળી રહે છે અહીં ગઢડા ઉપરાંત અન્ય જિલ્લાના વ્યક્તિઓ પણ ગરમ કપડાંની ખરીદી કરવા માટે આવે છેઆ માર્કેટમાં નાના છોકરાથી માંડીને વૃદ્ધ વ્યક્તિ સુધીના ગરમ કપડા મળી રહે છે અહી ગરમ કપડાંમાં સાલ, મફલર, સ્વેટર, ટોપી, મોજા સહિતની અનેક વસ્તુઓ મળે છે ગરમ કપડાંનું વેચાણ શિયાળાના ચાર મહિના સુધી કરવામાં આવે છે ખાસ કરીને શનિ,રવિની રજાઓમાં મોટા પ્રમાણમાં લોકો અહીં ગરમ કપડાં ખરીદવા માટે આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.