વિસાવદરના આંગણે લક્ષ્મી પૂજન,ભવ્ય આરતી સાથે આતશબાજી સાથે દિપોત્સવ ઉજવાયો
વિસાવદરના આંગણે લક્ષ્મી પૂજન,ભવ્ય આરતી સાથે આતશબાજી સાથે દિપોત્સવ ઉજવાયો
વિસાવદર હનુમાનપરાના આઝાદ ગ્રુપ નવ યુવાનો દ્વારા રામ મંદિરના ભવ્ય પટ્ટાગણમાં શાસ્ત્રોકત વિધીથી લક્ષ્મી પૂજન કરેલ સાથે ભવ્યાતિભવ્ય આરતી પૂજન અચૅન સાથે હિન્દુ ધર્મની પ્રણાલિકાઓને ઉજાગર કરી હતી.તેમજ રાઘવેન્દ્રના આગમનને ફટાકડાઓની ભવ્ય આતીસબાજી સ્વાગત કરેલ તેમજ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું તેમજ આકાશમા રંગબેરંગી પ્રકાશથી પ્રજવલ્લિત કરી અને દિપાવલીના તહેવારોની ભવ્ય ઉજવણી કરેલ હતી.અને આ સમયે રામ મંદિરના પૂજારી અને સેવક ગણે તથા હનુમાનપરા વિસ્તારના વડીલોએ ભારે બિરદાવ્યું હતું તેમજ ભવિષ્યમાં પણ આવા ધાર્મિક તહેવારોની શાનદાર ઉજવણીની પરંપરા હંમેશા અવિરત રાખો તેવી લાગણી વ્યક્ત કરી હતી..નવરાત્રીની ભવ્ય ઉજવણી તેમજ હનુમાનપરાના દરેક ધાર્મિક કાર્યોમાં યુવાનોનું સબળ નેતૃત્વ તેમજ આર્થિક યોગદાન તેમજ શ્રમદાન હંમેશા ઉચ્ચકોટીનુ રહેલ છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.