સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ' આ દિવાળી દાદાના દરબારમાં ' સુત્રની સાર્થકતા, કષ્ટભંજન દેવને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ‘ આ દિવાળી દાદાના દરબારમાં ‘ સુત્રની સાર્થકતા, કષ્ટભંજન દેવને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત અમાસ આજના વૃદ્ધીનેથીના પવિત્ર દિવસે સાળંગપુર ખાતે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. આજે કષ્ટભંદનદેવ દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દેશ-વિદેશથી હજારો ભક્તોની ભીડ સવારના 5 વાગ્યાથી લાઈનો લાગી હતી તેમજ ખાસ કરીને ભક્તોના ભાવરૂપે નવા વર્ષના નવલા દિવસોમાં 56 ભોગ અન્નકૂટ ધરાવી આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા ઉતારવામાં આવી હતી મહત્વનું છે કે, આ પ્રસંગે સમગ્ર વ્યવસ્થાપન કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન મુજબ કરાયું હતું હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.