વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કાળીચૌદશ યજ્ઞ અને દિપાવલીએ લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજનનું આયોજન, મંદિર પરિસરમાં દીવડા પ્રગટાવી ભવ્ય આતશબાજી કરાશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશ અને દીપાવલીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત કાળી ચૌદશે વિશેષ યજ્ઞ અને દીવાળીએ લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન કરી ભવ્ય આતશબાજી પણ કરાશે.
કાળીચૌદશે તારીખ 11-11- 2023, શનિવારે સવારે 7 વાગ્યે યજ્ઞ પ્રારંભ થશે. એ પછી 9 વાગ્યે અભિષેક આરતી કરાશે અને બપોરે 12 વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતી કરાશે.
દિપાવલીના વિશેષ કાર્યક્રમ
તા.12-11-2023એ દિવાળીના દિવસે રવિવારે સવારે 10થી 11.30 વાગ્યા દરમિયાન ચોપડા પૂજન કરાશે. આ પછી સાંજે 6.30 વાગ્યે સંધ્યા આરતી બાદ દીપોત્સવ અને રાત્રે 9થી 10 વાગ્યે ભવ્ય આતશબાજી મંદિર પરિસરમાં કરાશે.
આ પ્રસંગે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,યજ્ઞદર્શન એવં મહાપ્રસાદનો લાભ લેવા મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળ તરફથી સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે.
“ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ “
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.