આગામી તા-૧૦/૧૧/૨૦૨૩થી તા-૨૨/૧૧/૨૦૨૩ સુધી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા શતામૃત મહોત્સવ અન્વયે ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું - At This Time

આગામી તા-૧૦/૧૧/૨૦૨૩થી તા-૨૨/૧૧/૨૦૨૩ સુધી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા શતામૃત મહોત્સવ અન્વયે ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું


આગામી તા-૧૦/૧૧/૨૦૨૩થી તા-૨૨/૧૧/૨૦૨૩ સુધી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા શતામૃત મહોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે રોડ ઉ૫ર વાહનોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા, અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશભાઈ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બરવાળાથી સાળંગપુર - હનુમાન વાટીકા પ્રદર્શન સ્થળથી બોટાદ તરફ જવાના બાયપાસ રોડ સુધી રોડની બંન્ને સાઇડે વાહન પાર્ક કરવાના રહેશે નહીં. સાળંગપુર ગામના ભરવાડ વાસના નાકાથી દેના બેંક ત્રણ રસ્તા, હનુમાનજી મંદિરના ગેઇટ નંબર–૧, ગુંદા ચોકડી સુધીના જાહેર રસ્તા ઉ૫ર રોડની બંન્ને સાઇડે વાહન પાર્ક કરવાના રહેશે નહીં. સાળંગપુર ગામના ભરવાડ વાસના નાકા થી B.A.P.S સ્વા.મંદિરના ગેઇટ નંબર–૫ સુધી લાઠીદડ વાળા જાહેર રસ્તા ઉ૫ર રોડની બંન્ને સાઇડે વાહન પાર્ક કરવાના રહેશે નહીં બરવાળા તરફથી બોટાદ તરફ જવા માટે નાના વાહનો નવા બાયપાસ રોડ પરથી બોટાદ તરફ જઈ શકશે. બોટાદ તરફથી આવતા નાના વાહનો બરવાળા જવા માટે નવા બનાવેલા બાયપાસ રોડ પર થઈ બરવાળા તરફ જઈ શકશે. બોટાદથી બરવાળા ભારે વાહનો આવવા માટે સેંથળી, સમઢીયાળા નં-૦૧, લાઠીદડ, કેરીયાઢાળ થઇને બરવાળા આવી શકાશે. બરવાળાથી બોટાદ તરફ ભારે વાહનો માટે કેરીયાઢાળ, લાઠીદડ, સમઢીયાળા નં-૦૧ થઇને બોટાદ જઇ શકાશે બોટાદ તરફ જવા માટે પોલારપુર, બગડ, ખસ થઇને બોટાદ જઇ શકાશે. બોટાદથી અમદાવાદ જવા માટે મિલટ્રી રોડ થઇને રાણપુર, ધંધુકા, લીંબડી તરફ જઇ શકાશે.BAPS સ્વા.મંદિર જવા માટે હાઇવે રોડ પર થઇને તેમના પ્રાઇવેટ રસ્તા પર થઇને મંદિર ખાતે જઇ શકાશે બરવાળા ચોકડીથી સાળંગપુર તરફ જવાનો રસ્તો ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રવેશ નિષેધ રહેશે સેંથળી ગામથી સાળંગપુર તરફ જવાનો રસ્તો ભારે વાહનો માટે પણ સંપૂર્ણ પ્રવેશ નિષેધ રહેશે ગુંદા ચોકડીથી સાળંગપુર ગામમાં તથા ભરવાડ વાસના નાકાથી સાળંગપુર ગામમાં તથા લાઠીદડ તરફથી સાળંગપુર ગામમાં જવા માટે ઇશ્યુ કરેલા પાસ સિવાયના તમામ વાહનોનો પ્રવેશ નિષેધ રહેશે આ જાહેરનામું તા-૧૦/૧૧/૨૦૨૩ કલાક- ૦૦/૦૦થી તા-૨૨/૧૧/૨૦૨૩ના કલાક-૨૪/૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમ, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.