મંતવ્ય.. સમાજને ખોખલા કરતા દારૂ,જુગાર, નશીલા પદાર્થોની બદીને તાત્કાલિક અસરથી સરકાર બંધ કરાવે
મંતવ્ય.. સમાજને ખોખલા કરતા દારૂ,જુગાર, નશીલા પદાર્થોની બદીને તાત્કાલિક અસરથી સરકાર બંધ કરાવે.. રેઢિયાળ પશુઓને પકડવા અદાલત આદેશ આપેછે..!! ગુજરાતમાં દારૂ, જુગાર,વરલી મટકાનો ધંધો બેફામ છે,ભૂમાફિયાઓ,આવારા તત્વો બે - લગામ છે....ચોરી લૂંટફાટ,મારામારી,દુષ્કર્મો જેવા ગંભીર બનાવો તો કાયમી બન્યા છે..!! રેઢિયાળ પશુઓના મુદ્દે અદાલતે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી પગલા ભરવા આદેશો આપ્યા છે,પણ સત્તાધીશોની દાનત કેટલી સારી...તે પણ સવાલ છે..!! ગુજરાતમાં રેઢિયાળ પશુઓને કારણે કેટલાય લોકો એ જીવ ગુમાવ્યા છે. સરકાર જેમ પશુઓને પકડવા માટે તત્પરતા બતાવી રહી છે,તેમ સામાજીક દૂષણોને જડમુળમાંથી નાબૂદ કરવા એક્શન પ્લાન બનાવી,જવાબદાર અધિકારીઓને અને જનતાના પ્રતિનિધિઓને સંકલનમાં રાખીને ગુજરાતને દુષણમુક્ત કરવા ઝુંબેશ ચલાવવાની શરૂઆત કરી દેવી જોઈએ, તે જરૂરી બન્યું છે. મુઠ્ઠીભર કે અસામાજીક તત્વોની ટોળકીઓ સમગ્ર સમાજ ઉપર હાવી થઈ જાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય..જે - તે વિસ્તારના લોકોના પ્રતિનિધિઓ સામાજીક જવાબદારીઓમાંથી છટકી જાય અને આવા દુષણો સામે મૌન રહે તે ગાંધી બાપુના ગુજરાતમાં યોગ્ય ન કહેવાય...( અતુલ શુક્લ દામનગર અમરેલી.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.