ધજાળા ગામ નાં ખેડૂતો પર ખોટા કેસ કરતાં PGVCL ની ઘોર બેદરકારી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ના ધાજાળા ગામે ગત તા: 16-10-23 ના રોજ વીજ ચેકીંગ ટીમ ગામ માં ચિકિંગ માટે આવેલ હતી .જેમાં 14 ખેડૂતો પર ખોટી રીતે કેસ કરી કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને ખેડૂતો એ ઉગ્ર વિરોધ કર્યો હતો. વીજચોરી નો દંડ જે ખેડૂતો ને આપવામાં આવ્યો છે એમાં 5 ખેડૂત જમીન વિહોણા છે જેઓ ને ગામ માં ખેતી ની કોઈ જમીન જ નથી અને ખાતેદાર પણ નથી તો કયા આધારે ચેકીંગ કરી દંડ આપવામાં આવ્યો? સૌથી મોટો સવાલ એ છે કે 14 ખેડૂતો ના વીજચોરી ના જે ફૂટેજ આપવમાં આવ્યા છે તે તમામ એક જ ખેતર ના આપવામાં આવ્યા, એક જ સ્ટાર્ટર ના ફોટા બતાવવા આવ્યા, એક જ સર્વિસ ના ફોટા બતાવવામાં આવે છે, એક જ ખેડૂત ના ફોટા તમામ 14 કેસ માં બતાવવામાં આવ્યા છે, મહદ અંશે દંડ ની રકમ પણ એક સરખી બતાવવામાં આવી છે. ખરેખર સ્પષ્ટ જોવા મળે છે કે એક જ ખેડૂત ના વાયર, સ્ટાર્ટર, ખેતર ના ફોટા બાકી ના 13 ખેડૂત માં બતાવી દેવામાં આવ્યા છે.સૌથી મહત્વની વાત એ છે કે જે ટ્રાન્સફોર્મર માંથી વીજ ચોરી કરતા બતાવવામાં આવ્યું છે તે પંચાયત નું ટ્રાન્સફોર્મર હોય અને છેલ્લા 2 મહિના થી બળી ગયેલા બંધ હાલત માં હોય તો એમાંથી ચોરી કેમ થઈ શકે? ખેડૂતો પર અવાર નવાર ખોટા કેસ કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે. તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી ખેડૂતો પર થયેલા ખોટા કેસ પરત ખેંચવામાં આવે અને ખોટા દંડ આપનાર અધિકારી પર ગુન્હો દાખલ કરવાની માંગ સાથે અધિક્ષક ઇજનેર ને રજૂઆત કરવામાં આવી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.