સ્વચ્છ બરવાળા, સ્વસ્થ બરવાળા, સ્વચ્છ દિવાળી” સૂત્રને સાર્થક કરવા બરવાળા નગરપાલિકા દ્વારા નિરંતર કામગીરી
'સ્વચ્છતાથી સમૃદ્ધિ, સ્વચ્છતાથી તંદુરસ્તી' રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છ ગુજરાત બનાવવાની પહેલ કરી રહ્યા છે ત્યારે બરવાળા નગરપાલિકા દ્વારા શહેરના તમામ મહત્વના પોઇન્ટની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કુંડળ દરવાજા, રોકડીયા મંદિર પાસે, ઝબૂબા હાઇસ્કુલ સહિતના સ્થાનો પર સફાઈ કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન અંદાજે ૬.૫ ટન ધન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ૨ ટ્રેકટર,૧ લોડર અને ૫ સફાઈ કામદારો જોડાયા હતા. બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છ બરવાળા, સ્વસ્થ બરવાળા, સ્વચ્છ દિવાળી” સૂત્રને સાર્થક કરવા ચીફ ઓફિસરશ્રી યોગેશ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ બરવાળા શહેરને સ્વચ્છ બનાવવા માટે નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.