બે-બે ચોકને પડતા મૂકીને બિલ્ડરના ગેટ પાસે મનપાએ બનાવી આપ્યા સ્પીડબ્રેકર
નાનામવા રોડ પર સ્વિમિંગ પૂલ સામે રુક્ષ્મણી હાઈટ્સ માટે મનપાએ કર્યો ખર્ચ
ચોકમાં સ્પીડ ઘટાડવાની હોય પણ અહીં બિલ્ડરના ગેટ પાસે બધાએ ‘હળવું ચલાવવાનું’
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પ્રજા માટે નહિ પણ બિલ્ડરો અને મોટાં માથાઓ માટે વધારે કામ કરતી હોય તેની વધુ એક સાબિતી મળી છે. ચોકમાં સ્પીડબ્રેકર મુકવાને બદલે બિલ્ડરના ગેટ પાસે બે સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા છે જેથી લોકોને ચોકમાં ભલે ઓવરસ્પીડ વાહનોનું જોખમ રહે પણ બિલ્ડરની સાઈટ પાસે આવે એટલે ત્યાં વાહનો ધીમા જ હોવા જોઈએ!
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.