કુંડળ ગામમાં પંચાયત ખાતે રેકર્ડ વર્ગીકરણ અને પંચાયત આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
બરવાળા તાલુકાના કુંડળ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પંચાયત ખાતે રેકર્ડ વર્ગીકરણ અને પંચાયત આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કુંડળ ગ્રામ પંચાયત સ્વચ્છતા, ગ્રામ વિકાસ અને સામુદાયિક સેવાઓને લગતા વિવિધ રેકર્ડની જાળવણી માટે ખંતપૂર્વક કામ કરી રહી છે આ પ્રકારે સફાઈ અભિયાન કાર્યક્ષમ રેકોર્ડ-કીપિંગની સાથેસાથે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે સંસાધનોના બહેતર આયોજન અને ઉપયોગ માટે મદદરૂપ બને છે રેકર્ડ્સનું વર્ગીકરણ વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની સાથે શાસનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે રેકર્ડ્સના વર્ગીકરણ ઉપરાંત કુંડળમાં ગામના આગેવાનો અને નાગરિકો દ્વારા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશ કુંડળના રહેવાસીઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે આ ઝુંબેશ થકી કચરાનો યોગ્ય નિકાલ તેમજ ગ્રામજનોમાં સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.