ઇભલાની ઘોડીપાસાની કલબમાં દરોડો: મહિલા સહિત ત્રણ ઝડપાયા
નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો સુધરવાનું નામ જ નથી લેતો, ગઇકાલે ક્રાઇમ બ્રાંચની ટીમે ચામડીયાપરા ખાટકીવાસ પાસે જાહેરમાં ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની ચાલતી ઘોડીપાસાની જુગાર કલબમાં દરોડો પાડી એક મહિલા સહિત બે શખ્સોને દબોચી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દરોડા દરમ્યાન ઇભલો સહિત ચાર શખ્સો નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે. હુડા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અમીત અગ્રાવત અને કોન્સ્ટેબલ અમીત અગ્રાવત અને કોન્સ્બેટલ કિરીટસિંહ ઝાલાને પારેવડી ચોક, ચામડીયા ખાટકીવાસ હુસનેન મસ્જદની બાજુમાં અલ્લારખા પ્રોવિઝન સ્ટોરવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો નામનો શખ્સ ઘોડીપાસાનો જુગાર રમાડે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે સ્થળ પરથી ઇમરાન અબ્દુલ દલાણી (ઉ.વ. 37, રહે. ખોડીયાર માતાજીના મંદિર પાસે, રૈયા ગામ), સદામ ઉર્ફે ઇમુ ટકો હુશેન શેખ (ઉ.વ.31, રહે. સુખસાગર હોલની બાજુમાં, ભગવતીપરા) અને રેખાબેન મહેશ પરમાર (ઉ.વ.38, રહે. ભીમનગર આવાસ યોજના ક્વાર્ટર નં.21, કાલાવડ રોડ)ને પકડી રોકડ રૂા.31,800 તેમજ પટમાંથી રૂા.4700 અને પ્લાસ્ટીકની કોથળીમાંથી રૂા.14200 તેમજ મોબાઇલ ફોન નંગ3, બે વાહનો મળી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે દરોડા દરમ્યાન નાસી છૂટેલા કલબ સંચાલક, ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા, તેનો ભાઇ મહેબૂબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટીયા, તેનો સાળો ગુલો, તેનો મિત્ર દતા અને જીગો ટોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
પકડાયેલ જુગારીઓની પૂછપરછમાં ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાએ પાંચ દિવસથી ઘોડી પાસાની કલબ ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે ઇબ્રાહીમ ઉર્ફે ઇભલા વિરુધ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી, દારૂ, જુગાર સહિતના 50થી વધુ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.