બોટાદના ચારેય તાલુકાઓની માટી એકત્રિત કરી દિલ્હી ખાતે પહોંચાડી
બોટાદના ચારેય તાલુકાઓની માટી એકત્રિત કરી દિલ્હી ખાતે પહોંચાડી
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા બોટાદ જિલ્લાના તમામ ચાર તાલુકા ઓમાં અમૃત કળશયાત્રા યોજાઈ હતી.ટીમ લીડર ઉમંગભાઈ ચાવડાની આગેવાનીમાં કુલ 19 કળશ યાત્રીઓ દ્વારા બોટાદ જિલ્લાના 190 ગામોની માટી દિલ્હી ખાતે પહોંચાડી ત્યાં સમગ્ર દેશમાંથી એકઠી કરાયેલી માટીના કળશમાં અર્પણ કરવામાં આવી હતી.કળશ યાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિત જોડાયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.