145 મી વખત રક્તદાન કરતા ગોધરાના હોતચંદભાઈ ધમવાણી
પોતાના જન્મદિવસને રક્તદાન દિવસ તરીકે ઉજવતા ગોધરાના પનોતા પુત્ર હોતચંદભાઈ ધમવાણી ઉર્ફે બાબુજીએ 145 મી વખત રક્તદાન કરી ગોધરા અને સમગ્ર પંચમહાલ જિલ્લામાં રક્તદાન ક્ષેત્રે અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે સાથે સાથે કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા પણ 52 મી વખત રક્તદાન કરી પોતાના જન્મદિવસની ઉજવતા સ્વામી શાંતિ પ્રકાશ હોલ ગોધરા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 106 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ, ગોધરાના ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, નગરપાલિકા ગોધરાના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌહાણ, પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી ડીવાયએસપી શ્રી પરાક્રમસિંહજી રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતસિંહ ડામોર ,સીટી બેન્ક ગોધરાના ચેરમેન કે ટી પરીખ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો ભોલંદા સાહેબ તથા સિંધી સમાજ સહિત અન્ય સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી યોજાયેલ આ રક્તદાન ના પુણ્યશાળી કાર્યક્રમમાં કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ વિભાગ ,લાયન્સ ક્લબ ગોધરા, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ગોધરા શાખા, એચડીએફસી બેન્ક , વી કલબ મારીઓ કંપની સહિતની સંસ્થાઓએ પણ પોતાનો સહકાર પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે હોતચંદભાઈ ધમવાણી તથા પ્રો. અરુણસિંહ સોલંકીનું જન્મદિન પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી સહિત મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનું આયોજનકર્તા શ્રીઓ દ્વારા સન્માન કરી આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.