બોટાદ જિલ્લાના કુંડલ સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષર એજયુ કેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંજુ-નરશી પારિતોષિક સમારોહ કાર્યક્રમ યોજાયો.જેમાં શિક્ષણ મંત્રી પફુલ પાનેશરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ, કુંડળ મંદિરના જ્ઞાનજીવનદાસજીસ્વામી રહ્યા હાજર.વિવિધ લેખકો, સર્જકો અને સાહિત્ય કારોનું કરવામાં આવ્યું સન્માન
માત-પિતાની હયાત સ્મૃતિમાં અપાતા "અંજુ-નરશી પારિતોષિક" કે, જેની ગણના રાજયના સાહિત્યક્ષેત્રના શ્રેષ્ઠ એવોર્ડ્સ પૈકીના એવોર્ડ્સમાં થાય છે તેવા અક્ષર એજયુ કેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંજુ-નરશી પારિતોષિક સમારોહ કાર્યક્રમ કુંડળ સ્વામિનારાયણ ખાતે યોજાયો હતો.સાહિત્યની નિસ્વાર્થ ભાવે સેવા કરવાના એકમાત્ર ધ્યેય સાથે "અંજુ-નરશી પારિતોષિક કમિટી" પ્રતિ બે વર્ષે આ એવોર્ડઝ પોતાના માત-પિતાની હયાત સ્મૃતિમાં એમની વંદના કરવાના હેતુથી સાહિત્યકારોને આપવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પફુલ પાનેશરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ, કુંડળ મંદિરના
જ્ઞાનજીવનદાસજીસ્વામી,અશોકપુરી ગોસ્વામી દિલ્લી સાહિત્ય અકાદમી ખાસ હાજર રહ્યા હતા.જેમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.મહેમાનોનું પુષ્પગુચ્છ અને બુક આપી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ હાજર રહેલા મહેમાનોના દ્વારા આજના આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.
આજના આ કાર્યક્રમ માં બાળ સાહિત્ય, સર્જકો,લેખકો તેમજ અન્ય વિજેતા ઉમેદવારો ને મોમેન્ટ અને રોકડ પુરષ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે .
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.